સુરત ભાજપના નેતા ડીઝલ ચોરીમાં ઝડપાયા, જાણો કોણ છે આ નેતા ને કઈ રીતે કરાતી મોટા પાયે ડીઝલ ચોરી ?
સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાંસિયા સામે સુરત ક્રાઇમ બ્રાંચમાં ડિઝલચોરીના કૌભાંડ સંદર્ભે ગુનો નોંધાયો છે. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બે દિવસ પૂર્વે હજીરામાંથી ડિઝલચોરી કૌભાંડ પકડી પાડ્યું હતું. જેમાં ટેન્કર, કાર, કેરબા સહિત રૂ. 22.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ વલસાડના ભાજપના સાંસદ કે.સી. પટેલ સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હજુ આ પ્રકરણ શાંત થયું નથી ત્યાં સુરતમાં વધુ એક ભાજપના નેતા સામે ગુનો નોંધાયો છે. સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાંસિયા સામે ડિઝલચોરી કૌભાંડ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના કહેવા પ્રમાણે, આ સમગ્ર કૌભાંડ સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાંસિયા ચલાવતા હતા અને પકડાયેલા સાતમાંથી કેટલાક તો હિતેન્દ્રસિંહ વાંસિયાના પગારદાર માણસો હતા. હિતેન્દ્રસિંહ વાંસિયાને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -