સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
આ ઉપરાંત હીરાનો વ્યવસાય દક્ષિણ ભારત અને છત્તીસગઢમાં પણ થાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે. આ બન્ને જગ્યાએથી આવેલા બિઝનેસમેન સુરતમાં રોકાયા છે. જે આવતી કાલ સોમવારે સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક યોજી આયોજનને આખરી ઓપ આપશે. તો શિવાકાશીમાં પાટીદારો ફટાકડાની ફેક્ટરી ધરાવે છે. જેના કારણે સુરતના ઉદ્યોગપતિઓ શિવાકાશીથી જથ્થાબંધ ફટાકડા ખરીદશે. આ ઉપરાંત છત્તીસગઢમાં સુગર ફ્રી ચોખા બને છે. જેને વિદેશમાં મોકલવા માટે સુરત માધ્યમ તરીકેની ભૂમિકા ભજવશે. જેથી હવે છત્તીસગઢના સુગર ફ્રી ચોખા વાયા સુરત થઈ વિદેશ એક્સપોર્ટ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅખિલ ભારતીય કુર્મિ ક્ષત્રીય મહાસભાના ઉપક્રમે ગુજરાતમાં પહેલી વખત સુરત ખાતે આંતર રાજ્ય વેપાર અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યોમાંથી 19 પાટીદાર બિઝનેસમેન આવ્યા હતા. જ્યારે સુરતના 27 જેટલા બિઝનેસમેન હાજર રહ્યા હતા. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે સંસ્થાની યુવા પાંખના ગુજરાતના પ્રમુખ ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે સુરતનું કાપડ છત્તીસગઢ, રાયપુર, ભોપાલ, શિવાકાશી, મહારાષ્ટ્રમાં વેંચાશે. જેના માટે આજે રવિવારે આ વિસ્તારમાંથી આવેલા બિઝનેસમેને સુરતમાંથી કાપડની ખરીદી પણ કરી હતી.
હવે સુરતના હીરા સાઉથના રાજ્યો અને છત્તીસગઢમાં જોવા મળશે તો કાપડ પાંચ રાજ્યોમાં વેચાશે એટલું જ નહીં પણ સુરતના વેપારીઓ શિવાકાશીથી જથ્થાબંધ ફટાકડા લાવશે અને છત્તીસગઢના સુગર ફ્રી ચોખા સુરતથી એક્સપોર્ટ કરાશે. આ પરિણામ સાંપડ્યું છે પાટીદારોની આંતર રાજ્ય વેપાર અંગેની બેઠકમાં.
સુરતઃ સુરતમાં પાટીદાર બિઝનેસમેન બિઝનેસમાં પ્રગતિ સાધે તે માટે મનોમંથન કરવા એકત્ર થયા હતા. તેમની આ બેઠક નિર્ણય લેવામાં આવ્યો કે, સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ અનેક રાજ્યોમાં પણ શરૂ થાય તે માટેની તૈયારી થઈ ચુકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -