સુરતઃ સની લિયોનીની કોન્ડોમ એડ પર વિવાદ, હોર્ડિંગ્સ ઉતારાયા
હિંદુ જાગરણ સમિતિના આગેવાનોએ વડોદરા ખાતેના એડવર્ટાઇઝમેન્ટ એજન્સીને હોર્ડિંગ્સની હોળી કરવાની ચીમકી આપી હતી જેથી તેઓએ મોડી સોમવારે સાંજે વાસણા રોડ પર લગાવેલાં હોર્ડિંગ્સ ઉતારાવી લીધાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં લખ્યું છે કે, આ નવરાત્રીએ રમો પણ પ્રેમથી...’ નવરાત્રી પર્વ અને મા અંબેની અરાધનાને સેક્સ સાથે જોડતાં કોન્ડોમનાં આવાં હોર્ડિંગ્સનો સોશિયલ મીડિયા પણ યંગસ્ટર્સે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.
જો કે, સુરત ખાતે 30થી વધુ અને અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં હોર્ડિંગ્સ હજુ લાગ્યાં છે. હિંદુ જાગરણ સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે, જો અન્ય શહેરોનાં હોર્ડિંગ્સ આવતીકાલ સુધીમાં નહીં ઉતરે તો અમે સ્થળ પર જઇને હોર્ડિંગ્સની હોળી કરીશું.
એક જાણીતી કોન્ડોમ કંપનીએ નવરાત્રી પર્વે કોન્ડોમનું કેમ્પેન ચલાવવા વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ સહિત આખા દેશમાં હોર્ડિંગ્સ લગાવ્યાં હતાં.
સુરતઃ ગુજરાતમાં સની લિયોનીની કોન્ડોમ એડનો ચારેબાજુએથી વિરોધ થઈ રહ્યો છે. નવરાત્રી પર થનારા ગરબા સાથે જોડીને એક એડના બેનરો સુરતમાં લગાવાવમાં આવ્યા હતા. જ્યારે લોકોએ આ એડનો વિરોધ કર્યો તો ઉધનામાં 15 પોલીસકર્મી એડનીસુરક્ષા માટે ઉભા રાખવામાં આવ્યા હતા. બાદમાં આ જાહેરાતના હોર્ડિંગને ઉતારવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -