સુરત એરપોર્ટની અંદર માતાજીની પૂજાને લઈને થયો હોબાળો, લોકો રમ્યા ગરબા
ભક્તોની રજૂઆત સાંભળ્યા બાદ ડાયરેક્ટર દિલીપે એરપોર્ટ પોલીસ પીઆઈ એમ. આર. નકુમ પાસે મોકલી આપ્યા હતા. જેમણે આ ભક્તોની રજૂઆત સાંભળ્યા બાદ પણ તેમને પ્રવેશ આપ્યો ના હતો. અંતે ભક્તોએ ધારાસભ્ય અને સાંસદોને પોતાની રજૂઆત કરી હતી. પરંતુ તેમણે પણ આ વાતને માની ન હતી. જેને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને અરપોર્ટ બહાર જ ગરબા લઈને વિરોધ નોંધાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત એરપોર્ટના સિક્યુરિટી ઝોનમાં પૌરાણિક લાલબાઇ માતાજીનું અને ચીઠળદેવીનું મંદિર આવેલું છે. જેમાં શારદીય નવરાત્રિના આસો સુદ અષ્ટમીના જ દિવસે ભીમપોર સહિતના ગામનો ભક્તો લાલબાઇના મંદિરે ચૂંદડી ચડાવી પૂજા અર્ચના કરવા જાય છે. દરમિયાન આ વર્ષે પણ 50થી 60 જેટલા ભક્તો માતાજીને ચૂંદડી ચડીવીને પૂજા અર્ચના કરવા માટે ગયા હતા. પરંતુ સુરત એરપોર્ટ પોલીસે તેમને પ્રવેશ આપ્યો ન હતો. જેને કારણે ભક્તો સીધા એરપોર્ટ ડાયરેક્ટર દિલીપ સંજનાની પાસે ગયા હતા. જ્યાં ભક્તોએ રજૂઆત કરી હતી કે, સાહેબ અમે આંતકવાદી નથી. અમે માતાજીના દર્શન કરવા માટે જઇએ છીએ. આ મંદિર અમારી ગામની જમીન પર આવેલું છે. અમે દર વર્ષે આ મંદિરમાં પૂજા કરવા માટે આવીએ છીએ અને તે પણ વર્ષમાં એક જ વાર.
ગુરૂવારના આસો સુદ અષ્ટમીએ માતાજીના ભક્તો સુરત એરપોર્ટની અંદર આવેલા લાલબાઇ માતાજીના મંદિરમાં ચુંદળી ચઠાવવીને પૂજા અર્ચના કરવા માટે ગયા હતા. જોકે, એરપોર્ટ ડાયરેક્ટર દિલીપ સંજનાની અને એરપોર્ટ પોલીસ પીઆઇ એમ. આર. નકુમે ભક્તોને અંદર પ્રવેશ આપ્યો નહતો. જેને લઈને રોષે ભરાયેલા ભક્તોએ કહ્યું હતું કે, અમે કઈ આંતકવાદી નથી, અમે તો માતાજીને ચૂંદડી ચડાવવા માટે આવ્યા છીએ.
સુરત: શારદીય નવરાત્રિની અષ્ટમીએ માતાજીના ભક્તો સુરત એરપોર્ટની અંદર આવેલા લાલબાઇ માતાજીના મંદિરમાં ચુંદડી ચઠાવવીને પૂજા અર્ચના કરવા માટે ગયા હતા. જોકે, એરપોર્ટના અધિકારીઓને મનાઈ ફરમાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આજે સવારે માતાજીના ભક્તો એરપોર્ટ પર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવી ગરબા રમતા હોબાળો મચી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -