સુરત: વેપારીના ઘરમાં પૂર્વ પત્નીએ ચોરી કર્યાં બાદ ડબ્બામાં ભેળવી દીધું ઝેર, પરીવારને કેવી રીતે ખબર પડી?
પોલીસે ગુનો દાખલ કરીને આરોપી એકતાની ધરપકડ કરી છે. એકતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને દેવુલે છુટાછેડા આપી દીધા હોવાથી તે ફ્રસ્ટ્રેશનમાં આવી ગઈ હતી. ડિવોર્સ તેને અપમાન જેવું લાગતું હતું. તેનો બદલો લેવા માટે ઝેર મિક્સ કરી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ એફએસએલની પણ મદદ લીધી હતી. એકતાના વિરૂદ્ધમાં ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એફએસએલની પણ મદદ લીધી હતી. એકતાએ ખાવાની વસ્તુઓમાં ડીડીટી નાખી દીધું હતું.
એકતા જ્યારે સાથે રહેતી ત્યારે તેની પાસે ઘરની ચાવી હતી. એક સ્થળે સીસીટીવી કેમેરામાં એકતા ઘરમાંથી કપડાં, પર્સ, કિચન વગેરે ચોરી કરીને જતી જોવા મળી હતી. દેવુલે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
તે તમામ ડબ્બાઓમાં કાંઈ વિચિત્ર પાઉડર જોવા મળ્યો હતો એટલે આસપાસને લોકોને જાણ કરી હતી. દેવુલે પડોસીને પુછતાં તેણે જણાવ્યું હતું કે, 10મી તારીખે બપોરે એકતા આવી હતી.
દિવાળી વેકેશન હોવાથી દેવુલભાઈ પરિવાર સાથે વતન ફરવા ગયા હતા. 16મી તારીખે તમામ પરત ઘરે આવ્યા હતા. દેવુલની ભાભી કાજલ કિચનમાં ચા બનાવવા માટે ગઈ ત્યારે એક ડબ્બામાંથી વિચિત્ર દુર્ગંધ આવતી હતી. કાજલને શંકા ગઈ એટલે તેને બીજા ડબ્બા ચેક કર્યાં હતા.
હાલ 33 વર્ષીય દેવુલભાઈના લગ્ન એક વર્ષ પહેલા એકતા દામજી ઠુમ્મર સાથે થયા હતા. લગ્નના શરૂમાં બધું બરાબર ચાલતું હતું. પરંતુ થોડા મહિના પછી કોઈક કારણસર તેમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. આખરે દોઢ મહિના પહેલાં તેઓ વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા.
મુળ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામના દેવુલભાઈ ઉર્ફ દેવભાઈ દિનેશ ગઢિયા સુરતના ડભોલીમાં સહજ ઇમ્પ્રિયાની બાજુમાં શુકનવેલીમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં ભાઈ પવન અને ભાભી કાજલ છે. તેઓ હીરાનો વ્યાપાર કરે છે.
સુરતઃ ડભોલીમાં સહજ ઈમ્પ્રિયાની બાજુમાં શુકનવેલીમાં રહેતા હીરા વેપારીના દોઢ મહિના પહેલાં ડિવોર્સ થયા હતા. તેમની પૂર્વ પત્નીએ ડિવોર્સથી અપમાનિત થયાનો બદલો લેવા તેમના ઘરમાં ચોરી કરી હતી.
ચોરી કર્યાં બાદ ખાવાની વસ્તુઓમાં તેણે ઝેર ભેળવી દીધું હતું. જોકે ઘરનાં સભ્યોને દુર્ગંધ આવતાં તેનો કારસો નિષ્ફળ ગયો હતો અને સીસીટીવી તપાસ કરતા પૂર્વ પત્ની સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -