સુરતના જ્વેલર્સ પર ITની રેડ, RTGSથી 25 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા
આઇટી વિભાગના કહેવા પ્રમાણે, બેન્ક ઓફ ઇન્ડિયાની આ શાખામાં ભટાર ખાતેના સરનામા ઉપરથી પહેલા એસ.આર ટ્રેડર્સના નામે એકાઉન્ટ ખોલવામાં આવ્યુ હતું. અને આ ખાતામાં 25 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. બાદમાં આ રકમ પારસી શેરી ખાતે આવેલી કૃતિ ક્રિએશન અને રજની જ્વેલર્સના ખાતામાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇટી વિભાગે કૃતિ ક્રિએશન અને રજની જ્વેલર્સના સંચાલકોને બોલાવી તપાસ ચાલુ કરી હતી. 8 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્ધારા નોટબંધીનો નિર્ણય જાહેર કર્યા બાદ આ નોટો જમા કરવામાં આવી છે.
રજની જ્વેલર્સના ખાતામાં 25 કરોડ રૂપિયા એક બુલિયને જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બુલિયને સાથે જ ચોંકાવનારી વાત તો એ છે. કે જે બેંક ખાતામાંથી 25 કરોડ રૂપિયા RTGS થયાં છે. તે એકાઉન્ટ પણ બોગસ દસ્તાવેજોના આધારે ખોલવામાં આવ્યું છે.
સુરતઃ સુરતના આવકવેરા વિભાગ દ્ધારા રાજમાર્ગ પર આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની નવી શાખાના ખાતામાંથી પારસી શેરીના બે જ્વેલર્સોના ખાતામાં 25 કરોડ રૂપિયાની 500 અને 1000 રૂપિયાની રદ થયેલી નોટો જમા કરાવી કરવામાં આવેલા આરટીજીએસમાં જ્વેલર્સો પર કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતની બેંક ઑફ ઇંડિયાની શાખામાં 25 કરોડ રૂપિયા જમા થવાના મામલે આઇટી વિભાગે રજની જ્વેલર્સમાં સર્ચ હાથ ધર્યુ હતું. આઈટીની અધિકારીઓએ રજની જ્વેલર્સના સંચાલકોની પૂછપરછ ચાલુ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -