દમણમાં દારૂ પીવા જતા શરાબના શોખીનો માટે માઠા સમાચાર, કલેક્ટરે શું કર્યું ફરમાન ? જાણો વિગત
આ નિર્ણયના કારણે માત્ર દારૂ પીવા માટે જ દમણ આવતાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થશે. બીચ પર સ્ટોલધારકોનો ધંધો ચોપટ થશે, પીવા માટે હોટલમાં જવું પડશે. વર્ષોથી દેવકા તેમજ જમ્પોર પર સ્ટોલ લગાવી ધંધો કરતાં સ્થાનિકો પર વિપરિત અસર પડશે. કલેક્ટરના આ નિર્ણયથી શરાબના શોખીનોમાં ભારે નારાજગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહેરમાં દારૂ પીવા પરના પ્રતિબંધનો સમયગાળો 15 એપ્રિલ, 2018થી 13 જુન, 2018 સુધીનો એમ 60 દિવસ માટે રાખવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં એક મહિનાથી લઈ છ મહિના સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પ્રકારની અનેક ફરિયાદો પ્રશાસન સમક્ષ પહોંચતાં તેનું નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. જે મુજબ દમણના દેવકા-જમ્પોર બીચ સહિતના જાહેર સ્થળ પર દારૂ પીવા પર પ્રતિબંધ લદાયો છે. બીચ પર આવેલી અને દારૂ પીરસવાની મંજૂરી મેળવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં છૂટ આપવામાં આવી છે.
સુરતઃ ગુજરાતમાં દારૂબંધી હોવાથી શરાબના શોખીનો દારૂ પીવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ જતા હોય છે. જો કે દમણમાં દારૂ પીવા જનારા શરાબના શોખીનો માટે માઠા સમાચાર છે. દમણમાં હવે જાહેરમાં બેસીને જારૂ નહીં પી શકાય. મતલબ કે બીચ પર કે બીજે સ્થળે દારૂની મજા નહીં માણી શકાય.
જો કે દારૂ પીધા બાદ ભાન ભૂલેલા કેટલાક પિક્કડો ક્યારેક ક્યારેક તોડફોડ અને મારામારી કરે છે. જેના કારણે પરિવાર સાથે માત્ર દમણની સહેલગાહે આવતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાય છે. જાહેર અને ખાનગી મિલકતને મોટું નુકશાન પણ થાય છે. ઘણા કિસ્સામાં સામાન્ય બબાલનું પરિણામ જીવલેણ હુમલા અને હત્યા સુધી પણ પહોંચે છે.
દમણ પર્યટન સ્થળ કરતાં સસ્તા દારૂના કારણે વધુ લોકપ્રિય છે. વીકેન્ડમાં સુરત- મુંબઈથી પ્રવાસીઓનો ધસારો સવિશેષ હોય છે. તેનું એકમાત્ર કારણ જાહેર સ્થળો પર દારૂ પીવાની છૂટ છે. ખાસ કરીને દેવકા અને જમ્પોર બીચ પર પરિવાર સાથે આવતાં પર્યટકો મન ભરીને દારૂ પીતા હોય છે.
દમણમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર સ્થળો પર દારૂ પીવા પર જ પ્રતિબંધ લાદી દેવાયો છે. કલેક્ટરના આ નિયમનો ભંગ કરનારાઓને એક મહિનાથી છ મહિના સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જાહેરમાં દારૂ પીધા બાદ મારામારી, તોડફોડ સહિતના ગુના બનતાં મોટું નુકશાન-જાનહાનિ થતી હોવાના બહાને પ્રતિબંધ લદાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -