સુરતઃ મોડલ જ્યોતિ ફાર્મહાઉસમાં પ્રેમી હિતેશ સાથે જ હતી ને પતિનો ફોન આવી ગયો, પછી શું થયું ? જાણો વિગત
તેમણે સ્પષ્ટતા કરી છે કે, પુરાવા એકત્ર કર્યા બાદ પોલીસ ગુનો નોંધશે. હિતેશ રબારીએ ખરેખર આપઘાત જ કર્યો છે તેની હત્યા કરવામાં આવી નથી તેટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે એ સંજોગોમાં દશરથ રબારી કે તેનો પરિવાર ફરિયાદ નોંધાવવા આગળ આવશે કે કેમ તેમાં શંકા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિતેશ રબારી (દેસાઈ) આપઘાત કેસમાં હિતેશના ભાઈ દશરથ રબારીએ સુરત રેન્જના આઈજીપી સમક્ષ રજૂઆત કરી હોવાની વાત સંદર્ભે આઈજીપી ડૉ. શમશેરસિંઘનો સંપર્ક કરાતા તેમણે કહ્યું હતું કે દશરથ રજૂઆત કરવા આવ્યો નથી. જો જ્યોતિ વિરુદ્ધ ગુનો નોંધાવવો હશે તો દશરથે અથવા તો તેના પરિવારજનોએ પુરાવા આપવા પડશે.
જ્યોતિનાં સાસરીયાં પણ જ્યોતિનાં તમામ પરાક્રમોથી વાફેક હતા. જ્યોતિના માતા-પિતા ભરૂચમાં રહે છે અને ભાઈ-ભાભી અડાજણમાં રહે છે. જ્યોતિની બહેનપણી પીનલ પણ આ કેસમાં શંકાના દાયરામાં છે. પીનલ હાલમાં સિટીલાઈટના સવા કરોડના ફ્લેટમાં રહે છે. કરોડોનો ફ્લેટ કોણે લઈ આપ્યો તે તપાસનો વિષય છે.
જ્યોતિએ હિતેશ સાથે માત્ર મિત્રતા હોવાનું જ જુઠાણું ચલાવ્યું હતું પણ રાજસ્થાનના પુષ્કર મેળામાં હિતેશના રોકાણ અંગે પોલીસ તપાસ કરાવે તો ઘણી ચોંકાવનારી વિગતો સાંપડી શકે છે. હિતેશ સાથેના પ્રેમ સંબંધોને કારણે જ્યોતિ સાથે તેના માતા-પિતા અને ભાઈ-ભાભીએ પણ સંબંધો તોડી નાખ્યા હતા.
જ્યોતિ બીજા કારનામાની વિગતો પણ પોલીસને મળી છે. આ અનુસાર 2015માં રાજસ્થાનમાં પુષ્કર મેળામાં હિતેશે 7 દિવસ રોકાણ કર્યું હતું. એ વખતે જ્યોતિ સાથે અન્ય બે બહેનપણીઓ સાથે હતી. ઉમરા પોલીસમાં હિતેશના ભાઈ દશરથે અરજી કરી ત્યારે જવાબમાં જ્યોતિએ નિવેદન આપ્યું હતું કે હું હિતેશ સાથે કોઈ જગ્યાએ ફરવા ગઈ ન હતી .
તેના પતિએ તેનું જૂઠાણું પકડી પાડતાં જ્યોતિએ, હું થોડી વારમાં આવું છું એમ તેના પતિને કહીને પાર્ટીમાંથી કાર લઈને ચાલી ગઈ હતી. અલબત્ત તેના પતિને જ્યોતિ રંગરેલિયાં મનાવતી હોવાની ખબર પડી ગઈ હતી. જ્યોતિ પર તેના પતિને લગ્નેતર સંબંધો હોવાની શંકા હતી તે સાચી ઠરતાં બંને વચ્ચે રાત્રે જ ભારે ઝગડો થયો હતો.
પોલીસને મળેલી વિગતો પ્રમાણે જ્યોતિ હિતેશ સાથે પાર્ટી માટે નવસારી મટવાડ ખાતે ફાર્મહાઉસમાં આવી હતી. દરમિયાન પતિનો કોલ આવતા જ્યોતિએ પાર્લે પોઈન્ટની હોટલમાં હોવાનું કહીં જુઠ્ઠાણું ચલાવ્યું હતું પણ તેના પતિએ પાર્લેપોઈન્ટની હોટલ પર તપાસ કરતાં જ્યોતિ હોટલમાં નહોતી. તેથી તેણે જ્યોતિને ફરી ફોન કર્યો હતો.
સુરતઃ સુરતના જાણીતા બિલ્ડર દશરથ દેસાઈના ભાઈ હિતેશ રબારી (દેસાઈ) આપઘાત કેસમાં નવી ચોંકાવનારી વિગતો પોલીસને જાણવા મળી છે. હિતેશે જેના કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાય છે તે પરીણિત મોડલ જ્યોતિના કારનામાની વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ પોલીસ પણ આશ્ચર્યમાં પડતી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -