સુરત ચકચારી હિતેશ આપઘાત કેસઃ હિતેશ જ્યોતિ સાથે કરવાનો હતો લગ્ન, શું છે આખો ઘટનાક્રમ?
ગણદેવી તાલુકાના મટવાડ ગામે ફાર્મ હાઉસમાં હિતેશ રબારીએ કરેલા આપઘાતમાં ગણદેવીમાં પૂછપરછ માટે બીજી વખત બોલાવાયેલી રાજસ્થાની જૈન પરિવારની અને હિતેશ રબારીની સ્ત્રીમિત્રની નજીકની મિત્ર પિનલ સિસોદીયાએ બીજુ પોલીસમાં નિવેદન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બનાવ બાબતે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી હોવાનું પણ પીએસઆઈ આલ એ જણાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન પિનલ સિસોદીયાની પૂછપરછ કરવામાં આવી હતી અને જરૂર પડ્યે વધુ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત બીજા જે કેટલાક નવા નામો પણ બહાર આવે એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ હતી.
હિતેશ અને જ્યોતિની મિત્રતા ચારેક વર્ષ પહેલા થઈ હતી અને તે ઝડપથી ઘનિષ્ટ મિત્રો બની ગયા હતા. તેઓ બંનેએ કેટલીક સફર પણ સાથે કરી હતી. રાજસ્થાનમાં કેટલીકવાર ઘોડાની ખરીદી કરવા જતા હિતેશ સાથે જયોતિ પણ ગઈ હતી. સફરમાં લગ્ન સહિત કેટલાક મુદ્દે બંનેમાં ઉગ્ર બોલાચાલી પણ થતી હતી. બંને વચ્ચેની બોલાચાલી અવારનવાર થતી અને બાદમાં સમી જતી હતી. બનાવના દિવસે હિતેશે આવી જ ટપાટપી ફોન પર કરી હતી અને પરીણિતાની બહેનપણી પિનલ સિસોદીયાને ફોન કરીને આખરી મુલાકાત હોવાનું જણાવ્યું હતું.
સુરત: નવસારીમાં આવેલા મટવાડ ખાતે વીર સ્ટડ ફાર્મમાં માલિક હિતેશ દેસાઈ(રબારી)એ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં દરરોજ નવા ખુલાસોઓ થતા જાય છે. જ્યોતિને લઇ થયેલા તણાવ સિવાય એકેય મુદ્દો કોઇને યાદ નથી કે જ્યારે બન્ને ભાઇઓ વચ્ચે કોઈ અણબનાવ બન્યો હોય.
હિતેશ અને જ્યોતિએ સાથે વિદેશ પ્રવાસ કર્યો હોવાનુ હજી જણાયું નથી પરંતુ બંનેએ દમણ, રાજસ્થાન વગેરે સ્થાનિક પ્રવાસો સાથે કર્યા હોવાનું પિનલે પૂછપરછમાં જણાવ્યું હોવાની માહિતી મળી છે
પરુતું પોલીસને ઘટના સ્થળેથી મળેલી હિતેશ રબારી પાસે જે લામ્હા કંપનીની વિદેશ બનાવટની અતિઆધુનિક રિવોલ્વર હતી. તેનાથી આપઘાત કર્યો હતો. આ રિવોલ્વરની ટ્રીગર ત્વરિત હોવાથી તેમાંથી ત્વરિત ગોળી છૂટતી હોય છે. 12થી 15 ઈંચની દૂરીથી રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કર્યો હતો.
મળતી માહિતી મુજબ પિનલના નિવેદનમાંથી એવી વિગતો જાણવા મળી કે હિતેશ અને જ્યોતિ બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા. બંને પરિણીત અને બાળકો ધરાવે છે. હિતેશના પરિવારમાં જ્યારથી આ વાતની ખબર પડી હતી ત્યારથી હિતેશ પર અંકુશ રાખવા માટે કેટલાક આર્થિક દબાણો મૂકાયા હોઈ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -