ફી નિયમન કમિટીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની પ્રોવિઝનલ ફી જાહેર કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Apr 2018 10:43 AM (IST)
1
સુરત: સુરત ઝોનની ફી નિયમન સમિતિએ પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. સુરતની 25 સ્કૂલ સાથે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની કુલ 58 સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફી માં એક હજારથી લઈને 1 લાખ 83 હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. સુરતની બ્રૉડ વે સ્કૂલની ફીમાં 1 લાખ 83 હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કોઈ સ્કૂલને નિયત કરવામાં આવેલી ફી સામે સમસ્યા હોય તો તે સાત દિવસ સુધીમાં ફી નિયમન સમિતિ સામે અરજી કરી શકશે.
3
અરજી બાદ સંચાલકોનો પક્ષ સાંભળીને એક મહિનામાં નવી પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવશે. મોટા ભાગની શાળાઓની ફીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફી ઘટાડા મામલે સંચાલકો સાત દિવસમાં કમિટી સમક્ષ રજૂઆત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -