સુરતના બિઝનેસમેનને યુકેની યુવતી સાથે થઈ ફ્રેન્ડશિપ, જાણો શું આવ્યો અંજામ?
સુરતઃ વરાછાના એક વેપારીને ફેસબૂક પર યુકેની યુવતી સાથે ફ્રેન્ડશિપ થી હતી. આ યુવતીએ ભારત ફરવા આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ યુવતીએ દિલ્લી એરપોર્ટ ખાતે ફસાઈ ગયાનું જણાવી ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા છે. જોકે, વધુ ત્રણ લાખ રૂપિયાની માગ થતાં તેમણે છેતરાયાનું અનુભવ્યું હતું અને વરાછા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી સુમિત્રા કુમારી નામની મહિલા કર્મચારીએ રમણીકભાઇ સાથે ફોન પર વાત કરી હતી. તેમજ અનિતાને છોડાવવી હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે, તેમ જણાવ્યું હતું. રમણીકભાઈએ તૈયારી દર્શાવતા તેમને એક એકાઉન્ટ નંબર આપ્યો હતો.
આ પછી બંને ફેસબૂક અને વોટ્સએપથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન અનિતાએ ભારત ફરવા આવવાની વાત કરી હતી. અનિતાએ ગત ચોથી સપ્ટેમ્બર પોતે દિલ્લી એરપોર્ટ પર હોવાનું જણાવ્યું હતું. આ પછી એરપોર્ટ પર સુમિત્રા નામની એક મહિલા કર્મચારીએ તેની પકડી હોવાનો ફોન રમણીકભાઈને કર્યો હતો અને પોતાને છોડાવવા જણાવ્યું હતું.
આરબીઆઇના નામે ફોન આવતાં રમણીકભાઈ ચેતી ગયા હતા અને પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું જણાતા તેમણે અનિતા રોનાલ્ડ, સુમિત્રા કુમારી અને અનિલ શર્મા સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, સરથાણા જકાતનાકા કઠોદરા રોડ પર આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા રમણીકભાઈ છગનભાઈ દુધાત(ઉ.વ.44) વરાછાની એ.કે. રોડ પર ઇલેક્ટ્રીકની દુકાન ધરાવે છે. રમણીકભાઈને ગત 17 જૂને યુકેની અનિતા રોનાલ્ડે નામની યુવતીની ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આપી હતી. જે રમણીકભાઈએ એક્સેપ્ટ કરી લીધી હતી.
રમણીકભાઈએ આ એકાઉન્ટ નંબરમાં ત્રણ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા. જોકે, ત્યાર પછી અનિલ શર્મા નામના એક વ્યક્તિએ રિઝર્વ બેંકના ઓફિસરની ઓળખ આપીને રમણીકભાઈ સાથે વાત કરી હતી અને વધુ ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -