સુરતઃ દારૂ પીતાં પીતાં બે મિત્રોએ ત્રીજાને કર્યો નગ્ન ને એવી વિકૃત હરકત કરી કે સાંભળીને કાંપી જશો, જાણો વિગત
બન્ને મિત્રોની હેવાનિયત જોઈ આધેડે બચાવો બચાવોની બૂમો પાડતા વાડીનો માલિક ને રખેવાળ ત્યાં આવી જતા સુભાષ અને હિંમત ભાગી છૂટયાં હતા. ત્યારબાદ વાડીમાંથી બહાર નીકળેલા આધેડ પાસે એકાદ કલાક બાદ બંને મિત્રો આવ્યાં હતા, તેને ત્યાંથી પોતાની સાથે બાઈક બેસાડી લઈ ગયા બાદ પુણાગામ, યોગીચોક પાસેના વલ્લભનગર નજીક છોડીને ભાગી છૂટયાં હતા. દરમિયાન દર્દથી કણસતા આધેડ પર કોઈની નજર પડતા તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં પીડિત આધેડે ઉક્ત આપવીતી તબીબો સમક્ષ વર્ણવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આધેડની સારવાર કરનારા સર્જરી વિભાગના ડો. સોહીલ સાઈકલવાલાએ જણાવ્યું હતું કે, દર્દીએ આપેલી માહિતીના આધારે તેની સારવાર શરૂ કરાઈ છે. લીગલ કેસ હોય પોલીસને જાણ કરાઈ છે. તેના ગુદામાર્ગના જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે, જેના રિપોર્ટ તેમજ પોલીસ તપાસ બાદ ઘટના બની છે કે નહીં તે કહી શકાશે. આ કેસમાં પ્રથમ તપાસ કરનારી પુણા પોલીસે પણ ઘટનાને લઈ શંકા વ્યક્ત કરી હતી.
સુરતઃ શહેર કાપોદ્રામાં આધેર વ્યક્તિ સાથે તેના બે મિત્રોએ અમાનવી કૃત્ય કરતાં ચકચાર મચી જવા પામી છે. ત્રણએ મિત્રોએ સાથે દારૂ પીધા બાદ પરત ફરી રહ્યા ત્યારે કેળાની વાડીમાં આધેડના કપડાં કાઢવાથી બન્ને મિત્રોએ શરૂ કરેલી મજાક મસ્તીમાં વિકૃતિની તમામ હદ વટાવી નાંખી હતી. તેમણે આધેડના ગુદામાર્ગમાં કાચું કેળુ નાંખી દીધું હતું, જેને પગલે આધેડના હોંશ ઊડી જતા અને તેણે પીવા માટે પાણી માંગતા બેશરમ મિત્રોએ તેના મોઢામાં પેશાબ કર્યો હતો.
આ અંગે સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતા ૪૫ વર્ષીય આધેડ ગઈકાલે નજીકમાં આવેલા કારખાનામાં કામ કરતા તેના બે મિત્ર સુભાષ મિસ્ત્રી અને હિંમત ઉર્ફે ડોક્ટર સાથે બાઈક પર ફરવા નીકળ્યા હતા. પલસાણા, જોળવા પાસેના ગામના વતની સુભાષે ઘરે જઈને પરત ફરતી વખતે હિંમત અને આધેડ મિત્ર સાથે દારુ પીધો હતો. ત્યારબાદ તેઓ જોળવા નજીક જ એક કેળાની વાડીમાં પહોંચ્યાં હતા.
નશામાં ધૂત સુભાષ અને હિંમતે આ આધેડના કપડાં કાઢવાથી મજાક મસ્તી શરૃ કરી હતી, જેને પગલે અકળાયેલા આધેડની તેમની સાથે માથાકૂટ થઈ હતી. સામાન્ય જીભાજોડીથી શરૃ થયેલી માથાકૂટે ઝઘડાનું સ્વરૃપ ધારણ કરતા બંને મિત્રોએ આધેડને ફટકાર્યો હતો અને તેને નગ્ન કરી કાચું કેળુ તેના ગુદામાર્ગમાં નાખી દીધું હતું. જે પીડા સહન નહીં થતા આધેડ અસહ્ય દર્દથી તડપી ઊઠયો હતો. આધેડે બંને મિત્રો પાસે પાણી માંગતા ભાન ભૂલેલા મિત્રોએ તેના મોઢામાં પેશાબ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -