સુરતઃ કોલેજ ફ્રેન્ડે યુવતીને વોટ્સએપ પર મોકલી બીભત્સ તસવીરો મોકલી શું કરી માંગણી? પછી શું થયું?
કોલેજ ફ્રેન્ડની હરકતોથી કંટાળીને અંતે યુવતીએ પતિને સમગ્ર ઘટના જણાવી દીધી હતી. આ પછી યુવતીએ કમલેશ વસાવા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે કમલેશની ધરપકડ કરી છે. કમલેશ અગાઉ દુબઈની કંપનીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન કમલેશે યુવતીને વોટ્સએપ પર બીભત્સ ફોટા મોકલ્યા હતા. જોકે, યુવતીએ યુવકને આ પ્રકારના ફોટા કે મેસેજ નહીં મોકલવા જણાવ્યું હતું. છતાં કમલેશે આ પ્રકારની હરકતો ચાલું રાખી હતી. એટલું જ નહીં, સંબંધ ન રાખે તો બદનામ કરવાની અને ફોટાઓ અને મેસેજ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ લગ્નજીવનમાં ભંગાણ કરવાની પણ ધમકી આપી હતી.
મળતી વિગતો પ્રમાણે નવા ગામ ડિંડોલીમાં રહેતી અને નાનપુરામાં સરકારી કચેરીમાં ફરજ બજાવતી યુવતી કોલેજ સમયમાં સાથે અભ્યાસ કરતાં કમલેશ વસાવા સાથે ફેસબૂકથી સંપર્કમાં આવી હતી. આ પછી બંને વચ્ચે વાતચીત વધતાં બંને વચ્ચે વોટ્સએપથી પણ વાતચીત શરૂ થઈ હતી.
ડિંડોલીની પરિણીતાએ કોલેજ ફ્રેન્ડની આ હરકત અંગે પતિને વાત કરતાં મામલો ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરિણીતાની ફરિયાદને આધારે પોલીસે ઇલેક્ટ્રિક એન્જિનયર એવા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ ડિંડોલીની પરિણીત યુવતીને તેના જ કોલેજ ફ્રેન્ડે વોટ્સએપ પર બીભત્સ ફોટા મોકલતાં પોલીસ ફરિયાદ થઈ છે. તાપીના ઉકાઇ ખાતે રહેતા યુવકે કોલેજ સમયની ફ્રેન્ડ સાથે ફેસબૂક પર ફરીથી વાતચીત શરૂ થયા પછી તેના વોટ્સએપ પર બીભત્સ તસવીરો મોકલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -