સુરતની સભામાં હાર્દિક પટેલે પાટીદારો પાસે શું લેવડાવ્યા શપથ?
Download ABP Live App and Watch All Latest Videos
View In App19મી ડિસેમ્બરે અહંકારીઓની હાર થઈ તેવા સમાચારો આવવા જોઈએ તે રીતે પરિવર્તન માટે મતદાન કરવાનું છે, જો આ વખતે ચૂકી જશો તો તમારી આવનારી પેઢીની આંખમાં આંખ નાંખીને વાત નહીં કરી શકો, તેવું હાર્દિકે કહ્યું હતું. સભાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
અત્યાર સુધી સમાજમાં લેઉઆ-કડવા, હાલારી-ગોહિલવાડી, ભાવનગર-અમરેલી જેવા ભાગલા પડાવાતા રહ્યાં પણ હવે સમજવું પડશે અને લડવું પડશે. અનામત આપણને કેરોસીન કે અનાજ માટે નહીં પણ બાળકોના શિક્ષણ અને રોજગાર માટે જોઈએ છે. હવે જો રિઝલ્ટ નહીં આવે તો આપણે મૂર્ખ સાબિત થઈશું. કોઈ સમાજના યુવાનો લડવા માટે સામે નહીં આવે.
હાર્દિક પટેલે પણ લોકોને સંબોધતા આ બાબતને યાદ કરીને કહ્યું કે, આજે રોડ શો અને વિશાળ જનક્રાંતિ સભા કરીને સુરતે ફરી સાબિત કરી દીધું છે કે, તેના વગર રાજ્યની રાજધાની પણ અધૂરી છે. અગાઉ પણ અહીં સભાઓ થઈ હતી. પણ પરિણામ નહતાં આવ્યાં. એટલે આપણા સમાજની ઇજ્જત ઘટતી ગઈ અને સરકારે આપણી કિંમત કરવાનું બંધ કરી દીધું.
રવિવારે સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દિક પટેલનો રોડ શો યોજીને ફરી 17મી ઓગસ્ટ 2015ના દિવસે જે રીતે વાહન રેલી કાઢી હતી. તેની યાદ અપાવી હતી. રોડ શો પછી પુણાગામમાં યોગીચોક પાસે વિશાળ જનક્રાંતિ સભા યોજીને જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરની સભાના દ્રશ્યો પણ યાદ કરાવી દીધાં હતાં.
જય સરદાર, જય પાટીદાર જેવા નારા સાથે 6 વિધાનસભા વિસ્તારમાં હાર્દિકની રેલી સુરતમાં નિકળી હતી.રેલી આમ તો શાંતિ પૂણ રીતે પુરી થઇ હતી પણ કેટલાંક વિસ્તારમાં ભાજપના બેનરો ફાડી નાંખવાની ઘટના બની હતી.
આપણે આવનારી પેઢીના હક્ક માટે લડાઈ લડી રહ્યાં છીએ. છતાં હજુ આ લડાઈમાં પાછા પડીએ છીએ. પાટીદાર સમાજના આગેવાનોએ સમાજના હેતુ અને હિતની વાત નહીં કરી. હજુ પણ નહીં સમજીએ તો આપણો ધ્યેય સિધ્ધ નહીં થાય. કોઈપણ ચાલી શકે પણ અહંકારી અને દમનકારી સરકાર તો નહીં જ ચાલે. દિવસભર રોડ-શો યોજ્યા બાદ સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર ઉપર સીધા પ્રહાર કર્યા હતાં. એટલું જ નહીં હાજર જંગી મેદનીને પરિવર્તન માટે મતદાન કરવાના સંકલ્પ પણ લેવડાવ્યા હતાં.
સૂરતઃ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સભા કરતા પણ હાર્દિક પટેલની સભામાં વધારે લોકો ઉમટી રહ્યા છે. સૂરતમાં હાર્દિક પટેલની સભા હાલ યોગી ચોક ખાતે ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉપસ્થિતી છે. હાર્દિકે આજે જ સૂરતમાં હુંકાર રેલી પણ કરેલી હતી. હાર્દિકે આ સભમાં વાત કરતા કહ્યું હતું કે આંદોલનની લડતએ આપણા હકની લડત છે, અમે કોઇ પાર્ટીઓને જીતાડવા કે હરાવવા નથી આવ્યા, ચોખા અને કેરોશીન માટે અનામત નથી જોઇતું, રોજગાર માટે જોઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -