હવે કોઈને બ્લુ વ્હેલ ગેમની લિંક મોકલી તો પણ જવું પડશે જેલમાં, જાણો ક્યો ગુનો નોંધાશે?
આ ગેમ કોઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેમ નથી. આ ગેમ એક વ્યક્તિ બીજાને લિંકથી મોકલે ત્યાર પછી જ તે રમી શકાય છે. એટલે જેના દ્વારા લિંક મોકલાઇ તો તેના પર જ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી શકાય છે. આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાશે. એટલે આ ગેમની લિંક મોકલનાર પર નજર રાખી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર એવી કોઈ પણ બ્લૂ વ્હેલ ગેમ કે બ્લૂ વ્હેલ ચેલેન્જ નામની ગેમ મારફતે ક્યુરેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એવી ગેમમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પર પ્રતિબંધ કરવામાં આવે છે. આ પ્રકારની ગેમ કોઈ રમતું કે ડાઉનલોડ કરતું કે આવી ગેમમાં ભાગ લેતું જણાય તો તે ગુનાને પાત્ર રહેશે. જેથી તેની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સુરત, બરોડા, રાજકોટમાં રોજ ૧૦થી ૧૦૦ લોકો આ ગેમ સર્ચ કરે છે જ્યારે અમદાવાદમાં સર્ચ કરતાં લોકોની સખ્યાં ૧૦થી ૫૦ વચ્ચે છે. બ્લૂ વ્હેલ ગેમની ક્લિક પર એડ માટે ૧૧થી ૧૭ રૂપિયાનો ભાવ અપાય છે. ગુગલે રજૂ કરેલા ૨૭ દિવસના ટ્રેન્ડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગુજરાતમાં ગુગલ પર થયેલા ૩ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીના સર્ચના ટ્રેન્ડમાં સુરત પ્રથમ, બરોડા બીજા અને અમદાવાદ ત્રીજા ક્રમે છે. ૩ ઓગસ્ટે સૌથી વધુ વખત ગેમ અંગે સર્ચ કરાયુ હતુ.ભારતમાં ગેમ અંગે સર્ચમાં ગુજરાત ૨૬મા ક્રમે જ્યારે મણિપુર સૌથી પ્રથમ ક્રમે છે.
સુરતઃ વિશ્વભરમાં બ્લૂ વ્હેલ ગેમના કારણે અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં પણ આ ગેમને કારણે આપઘાત થયાનું જાણવા મળ્યું છે. જોકે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગેમ પર પ્રતિબંધ મુકવા છતાં રાજ્યમાં બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે. આ મુદ્દે સુરત જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે જાહેરનામું પ્રસિધ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામાં અનુસાર, બ્લૂ વ્હેલ ગેમ બ્લૂ વ્હેલ ચેલેન્જ જેવાં નામોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ કરી યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ ગેમની લિંક મોકલવામાં આવશે તો મોકલનાર પર આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -