સુરતમાં સભા નહીં કરવા હાર્દિક પટેલને કોણે કરી હતી પાંચ કરોડ રૂપિયાની ઓફર?
હાર્દિકે જણાવ્યું હતું કે, આપણે આવનારી પેઢીના હક્ક માટે અનામતની લડાઈ લડીએ છીએ. છતાં હજુ આપણે પાછા પડીએ છીએ. કેમકે સમાજના આગેવાનોએ પણ સમાજના હેતુ માટેની વાત નહીં કરીને ચૂપ રહ્યાં. હજુ પણ નહીં સમજીએ તો આપણે ધ્યેય સિદ્ધ નહીં થાય. અત્યાર સુધી સમાજમાં લેઉઆ-કડવા, હાલારી-ગોહિલવાડી, ભાવનગર-અમરેલી જેવા ભાગલા પડાવાતા રહ્યાં પણ હવે સમજવું પડશે અને લડવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે સભામાં એવો આક્ષેપ કર્યો હતો કે, હજુ પણ પૈસાના જોરે ખરીદવા નીકળ્યા છે. મને સુરતના રોડ શો અને જાહેરસભા રદ કરવા માટે ઓફર પણ કરવામાં આવી હતી. વોટ્સઅપ કોલ કરીને પાંચ કરોડ જેટલી ઓફર આપીને ત્રીજી ડિસેમ્બરે નહીં આવવા માટેની ઓફર પણ આપી હતી. લોકોએ આ ઓફર આપનાર કોણ તેવો પ્રશ્ન કરતાં હાર્દિકે મંચ ઉપરથી જ સુરતના મુકેશ અને બિમલે આવી ઓફર આપી હોવાનું કહ્યું હતું.
સુરતઃ ગઈ કાલે સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલે રેલી અને જાહેરસભા યોજી હતી. જાહેરસભામાં હાર્દિક પટેલે સુરતમાં સભા નહીં કરવા માટે પાંચ કરોડની ઓફર થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. હાર્દિક પટેલે લોકોને કોણે ઓફર કરી તેના નામ પણ જાહેર આપ્યા હતા.
રવિવારે સુરતમાં હાર્દિક પટેલે પહેલા રોડ શો અને પછી પુણાગામમાં યોગીચોક પાસે વિશાળ જનક્રાંતિ સભા યોજી હતી. હાર્દિકે કહ્યું હતું કે, આજે રોડ શો અને વિશાળ જનક્રાંતિ સભા કરીને સુરતે ફરી સાબિત કરી દીધું છે કે, તેના વગર રાજ્યની રાજધાની પણ અધૂરી છે. અગાઉ પણ અહીં સભાઓ થઈ હતી. પણ પરિણામ નહોતાં આવ્યાં. એટલે આપણા સમાજની ઇજ્જત ઘટતી ગઈ અને સરકારે આપણી કિંમત કરવાનું બંધ કરી દીધું.
હાર્દિકે જણાવ્યું હતું કે, 19મી ડિસેમ્બરે અહંકારીઓની હાર થઈ તેવા સમાચારો આવવા જોઈએ તે રીતે પરિવર્તન માટે મતદાન કરવાનું છે. જો આ વખતે ચૂકી જશો તો તમારી આવનારી પેઢીની આંખમાં આંખ નાંખીને વાત નહીં કરી શકો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -