હવે રડવા માટે નહીં શોધવું પડે એકાંત, સુરતમાં બની ક્રાઇંગ ક્લબ, જાહેરમાં રડી લોકો હળવા થયા
ત્યાં હાજર રહેલા ઘણા લોકોએ કાર્યક્રમ પત્યા પછી કહ્યું હતુ કે રડી લીધા પછી તેમને મનમાંથી થોડોક ભાર ઓછો થઈ ગયો હોય એવું લાગે છે. આગામી કાર્યક્રમમાં પોતાના નજીકના બીજા સ્વજનોને પણ લઈ આવવાની તૈયારી તેમણે દેખાડી. અમારી દ્રષ્ટિએ આ જ અમારા કાર્યક્રમની ફળશ્રૃતિ છે.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાણસ હસવાની બાબતમાં હજી પણ કૃત્રિમ થઈ શકે છે, બલ્કે હાસ્ય હવે વધુને વધુ કૃત્રિમ થતુ જાય છે, પરંતુ આંસુ અને રૂદન કૃત્રિમતા ત્યજો તો જ આવે. આંસુઓ તમારી સંવેદનશીલતાને જગાવવાનું કામ કરે છે. તમને તમારી સાચી જાત સાથે પરિચિત કરાવવાનો પાવર આંસુમાં છે. આ જ પાવરનો અનુભવ રવિવારે સુરતવાસીઓએ કર્યો હતો.
કાર્યક્રમના એક એવા જાણીતા સાઈકિયાટ્રિસ્ટ ડો. મુકુલ ચોકસી જણાવે છે કે, 'અમે ધારતા હતા એના કરતા વધુ લોકોએ આ પ્રયાસને ગંભીરતાથી લીધો છે. અમને વિશ્વાસ નથી થતો કે ખરેખર લોકો સામે ચાલીને પોતાના મનમાં ધરબાયેલી દુઃખભરી યાદોને શેર કરવા માટે રાજી થશે કે નહીં, પરંતુ ખરેખર લોકોએ પોતાની વાતો શેર પણ કરી અને બીજાની વાતો સાથે સંકળાયેલી પોેતાની યાદોને જોડીને આંસુઓની ધારાથી જાતને ભીંજવી હતી.
આપણને બધાને આપણા આંસુઓ પી જવાની અને મજબુત દેખાવાની આદત પડતી જાય છે એ આદત છોડવાનો આ સમય છે. તમે સહજ થઈ જશો એટલે આપમેળે જ હળવા થઈ જશો એ વાત રવિવારે અમને પ્રત્યક્ષ સમજાઈ છે.
સુરતમાં આજે સવારે આઠથી દસ દરમ્યાન સુરતમાં ખાસ રડવા માટેનું એક વિશિષ્ટ આયોજન થયું હતું. દેશની પહેલી હેલ્ધી ક્રાઈંગ કલબ દ્વારા લોકોના મનમાં રહેલા દુઃખ, પીડા, અજંપાને આંસુઓ દ્વારા બહાર કાઢીને તેમનામાં હળવાશ ભરવાના આ યુનિક આયોજનને સુરતવાસીઓએ બે હાથે વધાવ્યું છે. પહેલા જ આયોજનમાં સૌ જેટલા લોકોએ હાજરી આપી હતી.
નવી દિલ્લી: આજકાલ દેશ દુનિયામાં અનેક એવા કાર્યક્રમોનું આયોજન થાય છે જેને કદાચ આપણે પહેલી વખત સાંભળીએ છીએ. અને સાંભળ્યા પછી આપણને નવાઈ લાગે છે. આવો જ એક કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -