સુરતઃ ભાજપનાં ક્યાં મહિલા નેતાના પતિ 5 લાખની લાંચ લેતા હતા ને એસીબી ત્રાટકી? પછી શું થયું ? ભાજપે શું કર્યું?
સુરત: ભાજપનાં એક મહિલા નેતાના પતિ તેમના નામે પાંચ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપાઈ જતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મજાની વાત એ છે કે મહિલા નેતાના પતિએ ભાજપના કાર્યકર પાસે જ લાંચ માગી હતી. ભાજપે તરત પગલાં લઈને મહિલા નેતા તથા તેમના પતિ બંનેને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)નાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ભાજપનાં મહિલા કોર્પેારેટર મીના રાઠોડના પતિ દિવેશ રાઠોડે તેમના નામે રૂપિયા 5 લાખની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. રાઠોડ ગુરુવારે મોડી રાત્રે ગોડાદરા રૂપસાગર સોસાયટીના ગેટ પાસે લાંચ લેતો હતો ત્યારે એસીબીએ રંગેહાથે પકડી પાડયો હતો.
એસીબીએ દિનેશ સાથે હરેશ વાઘમશી નામના દલાલની પણ ધરપકડ કરી છે. ભાજપનાં નેતાના પતિ દ્વારા સ્કૂલના બાંધકામના એનઓસી માટે લાંચ માંગવામાં આવી હતી. મોડી રાત્રે એસીબીએ કોર્પેારેટરના પતિ સહિત બેની ધરપકડ કરી છે તેમને જેલભેગા કર્યા હતા.
એસીબીનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ફરિયાદી પણ ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. કોર્પેારેટર અને તેના પતિને મોડી રાત્રે ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું શહેર ભાજપ પ્રમુખ નીતીન ભજીયાવાલાએ જણાવ્યું છે.
મહિલા કોર્પેારેટર મીના રાઠોડના નામે તેના પતિ દિનેશ રાઠોડે લિંબાયત ગોડાદરામાં એક ગેરકાયદે બાંધકામ એકાદ મહિના પહેલા તોડાવી નાખ્યું હતું. બાદમાં આ જગ્યા પર બાંધકામ કરનારે સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી સ્કુલ બનાવવા માટે સુરત મહાનગરપાલિકામાંથી એનઓસી લેવાની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -