સુરતઃ જૈનાચાર્યે યુવતીને કેવી રીતે બનાવી હવસનો શિકાર? આખી ઘટના વાંચીને થશે ફિટકાર
સુરતઃ 19 વર્ષીય યુવતી પર બળાત્કાર કેસમાં જૈનાચાર્યએ સંમિતિથી સેક્સ માણ્યું હોવાનું કબૂલ્યું છે. ત્યારે એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, યુવતી અને જૈનાચાર્ય મોબાઇલથી પણ એકબીજાના સંપર્કમાં હતા અને યુવતી પર બળાત્કાર પહેલાં તેમણે વોટ્સએપ પર નગ્ન ફોટા પણ મંગાવ્યા હતા. યુવતીને કેવી રીતે બનાવી હવસનો શિકાર? આગળ જાણો વધુ વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂળ મધ્યપ્રદેશની અને વડોદરામાં રહીને અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીને બે મહિના પહેલા શાંતિસાગરે ફોન કર્યો હતો અને સુખ-શાંતિ માટે જાપ કરવાનું કહીને વોટ્સએપ પર ફોટા મંગાવ્યા હતા. જે યુવતીએ મોકલી આપ્યા હતા. પરંતુ જૈનાચાર્ય શાંતિસાગરે વિધિ માટે આવરણ વગરના(નગ્ન) ફોટાની જરૂર પડશે, તેમ કહીને યુવતી પાસે નગ્ન ફોટા મંગાવ્યા હતા.
આમ, વાત કરતા યુવતી ડરી ગઈ હતી. બીજી તરફ શાંતિસાગરે ઊભા થઈને રૂમની લાઇટ બંધ કરી દીધી અને યુવતીને ડરાવી-ધમકાવી સેક્સ માણ્યું હતું. શારીરિક સંબંધ બાંધ્યા પછી ફરી તેમણે લાઇટ ચાલું કરી હતી અને આ અંગે કોઈને વાત કરશે, તો તારા માતા-પિતા મરી જશે, તેવી ધમકી આપી હતી.
આ પછી યુવતીને શું જોઇએ છે તેવું પૂછતાં યુવતીએ પરિવારની ખૂશીનું કહ્યું હતું. આથી શાંતિસાગરે હું કહું તેમ કર, તેમ કહી યુવતીને કપડાં ઉતારવા માટે કહ્યું. જોકે, યુવતી ખચકાતા શાંતિસાગરે પરિવારનું સુખ જોઇતું હોય તો આ કરવું પડશે અને નહીં કરે તો તારા માતા-પિતાના જીવને જોખમ થશે, તેમ કહીને ડરાવી હતી.
આ પછી શાંતિસાગર યુવતીને વારંવાર વોટ્સએપથી મેસેજ કરતાં હતા. દરમિયાન શાંતિસાગર ચાતુર્માસ માટે સુરત આવ્યા ત્યારે તેમણે યુવતી અને તેના પરિવારને ત્યાં મંત્રજાપ માટે બોલાવ્યા હતા. અહીં યુવતી પાસે જૈનાચાર્યે નૃત્ય પણ કરાવ્યું હતું.
આના થોડા દિવસ પછી જૈનાચાર્યે ફરીથી વિધિ માટે સુરત બોલાવ્યા હતા અને રાત્રિ રોકાણ થશે, તેમ પણ જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે આ રાતે યુવતીના માતા-પિતાને એક કુંડાળામાં બેસાડ્યા હતા. જ્યારે તેના ભાઈને બીજા રૂમમાં બેસાડ્યો હતો. જ્યારે યુવતીને પોતાની સાથે અંદર લઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -