સુરતઃ પતિની ગેરહાજરીમાં ખાસ મિત્ર આવતો ઘરે, પતિને જાણ થતાં તેણે લીધું ચોકાવનારૂં પગલું, જાણો વિગત
એસ્કોર્ટ સિક્યુરિટીમાં નિવૃત્ત આર્મીમેનને જ રાખવામાં આવે છે. જેના કારણે મેવાસિંહ અને કરમજિતસિંહ બન્ને નિવૃત્ત થયા પછી એસ્કોર્ટ તરીકે જોડાયા હતા. બન્ને સારા મિત્રો હતા. મેવાસિંહ પર ડબલ બોરની રાઇફલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરાયા હતા. જેમાંથી એક ગોળી જમણા પગે અને બીજી ગોળી ડાબા ખભા પર ઘૂસી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિવૃત્ત આર્મીમેન અને સિક્યુરિટી કંપનીના એરિયા મેનેજર મેવાસિંહની હત્યા કરનારા તેના જ ખાસ મિત્ર કરમજિતસિંહે મિત્રની હત્યા કેમ કરી તે અંગે ચોકાવનારો ખુલાસો કર્યો છે. કરમજિતસિંહના કહેવા પ્રમાણે મેવાસિંહ પોતાની ગેરહાજરીમાં પોતાના ઘેર જતો હતો ને પત્નિએ તેની ફરિયાદ કરતાં તેણે હત્યા કરી નાંખી.
સુરતઃ ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે એલબી પાર્ક સોસાયટી, બ્લોક નં.એ-3, રૂમ નં. 203માં એસ્કોર્ટ સિક્યુરિટીના એરિયા મેનેજર મેવાસિંહ નંદસિંહ ભુલર (ઉ.વ.50)ની તેની જ સિક્યુરિટી કંપનીમાં કામ કરતા કરમજિતસિંહે સોહનસેં (ઉ.વ.49)એ ડબલ બોરની ગનમાંથી બે ગોળી ધરબી દઈ હત્યા કરી નાખી હતી.
કરમજિતસિંહે પોલીસને જણાવ્યું છે કે, તેની પત્નીએ તેને વાત કરી હતી કે તેની ગેરહાજરીમાં મેવાસિંહ ઘરે આવે છે. લગભગ ત્રણેક વખત તે આ રીતે આવ્યા હતા. આ વાત સાંભળી કરમજિતે તેની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. મેવાસિંહ પોતાની જ પત્નિ પર ખરાબ નજર રાખે છે તે જાણીને તેને ગુસ્સો ચડી ગયો હતો.
ઉમરા પોલીસે કરમજિતને પકડી પાડી શનિવારે કોર્ટમાં રજૂ કરતા જજે તેના 22 ઓગસ્ટ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.પોલીસ સમક્ષ કરમજિતસિંગે કરેલી કબૂલાત મુજબ, તે તેનાં પત્નીને વતનમાંથી દોઢેક મહિના પહેલાં જ સુરત લાવ્યો હતો. શરૂઆતમાં વીસેક દિવસ તે મેવાસિંહની સાથે તેના ઘરે જ રોકાયો હતો.
ત્યાર બાદ તેણે પોતાની રીતે મકાન શોધી લીધું હતું. મકાન શોધી તે જતો રહ્યો ત્યાર પછી તેમની ગેરહાજરીમાં મેવાસિંહ તેના ઘરે આવતો હતો. આ રીતે તે ત્રણેક વખત ઘરે આવ્યો હતો. જેની વાત તેની પત્નીએ તેને કરી હતી. જેથી તેની હત્યા કરી નાખી હતી. વધુ તપાસ પોઈ જી.એ. સરવૈયા કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -