સુરત લેડી ડોક્ટર આપઘાત કેસ: લાંબા સમયથી પતિ-પત્ની એક જ ઘરમાં અલગ-અલગ રૂમોમાં સુતા હતા? જાણો વિગત
લાંબા સમયથી પતિ-પત્ની એક જ ઘરમાં અલગ-અલગ રૂમોમાં સુતા હતા. તેણીને છૂટાછેડા લઈ લેવા પણ દબાણ કરાતું હોવાનો આક્ષેપ તેણીના પરિજનોએ કર્યો હતો. તેણીના માસા ભરત પટેલે જણાવ્યું હતું કે, નણંદોઈ દ્વારા પણ તેણીની મશ્કરી કરવામાં આવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનાલી પર છેલ્લા 6 વર્ષથી સાસરિયાઓ માનસિક ત્રાસ ગુજરી રહ્યા હોવાનો આક્ષેપ તેણીના પિયરિયાઓએ કર્યો છે. મનાલીના પતિ ઉપરાંત સાસુ-સસરા અને નણંદ-નણંદોઈ પણ તેણીને ત્રાસ આપતા હોવાનું જાણવા મળ્યું હતું.
સુસાઈડ નોટમાં મનાલીએ પતિને સંબોધી લખ્યું છે કે, મારા મૃત્યુ બાદ પતિ મને હાથ ન લગાડે અને મારી કોઈ વિધિ તમે ન કરતા. ઊર્મિએ વધુમાં જણાવ્યું કે, પતિ પત્ની વચ્ચે સમાધાનના ઘણા પ્રયાસો અમે કર્યાં હતા પરંતુ તેણીના સસરિયાઓ દ્વારા માનસિક ત્રાસ ચાલુ રહ્યો હતો.
ડો.મનાલી પટેલના અપમૃત્યુ બાદ તેણીની માસીની પુત્રી ઊર્મિએ જણાવ્યું હતું કે, તેણીએ સુસાઈડ નોટ પણ લખી હતી અને પોતાના ભાઈને વોટ્સએપ મેસેજ પણ કર્યો હતો. જોકે ભાઈનો નંબર બંધ હોવાથી સેન્ડ થઈ શક્યો ન હતો. પોલીસે મનાલીનો મોબાઈલ ફોન કબજે લઈ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાના પગલે મહિલા ડોક્ટરના પરિવારના સભ્યોએ શિવકુટીર રો-હાઉસ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને પોતાની પુત્રીને સાસરિયાઓએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
મહિલા ડોક્ટરે સુસાઈડ નોટ મુકી હતી તેમાં તેને સાસરિયાઓ દ્વારા છૂટાછેડા માટે દબાણ કરાતું હોવાનો અને સાસરિયા પક્ષ તરફથી ત્રાસ અપાતું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવેલા ફોટો જોઈને એવું લાગે છે કે તેઓ લક્ઝુરિયસ લાઈફ જીવતાં હતાં.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિવકુટીર રો-હાઉસના બંગલામાં રહેતી મહિલા ડોક્ટર બપોરે પોતાના ઘરના બેડરૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -