બારડોલીઃ એક જ કંપનીમાં સાથે કામ કરતાં હોવાથી યુવક સાથે પત્નીના આડાસંબંધની પતિને હતી શંકા, જાણો પછી શું થયું?
આ અંગેની વિગતો એવી છે કે, બારડોલીના કૃષ્ણાનગરમાં રહેતા જિતેન મણીલાલ ઋષિ કેશ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે. આ જ કંપનીમાં મેઘા રાજેન્દ્રસિંહ મહિડા નામની યુવતી ચેક કલેક્શનનું કામ કરે છે. એક જ કંપનીમાં કામ કરતાં હોવાથી બંનેની એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબારડોલીઃ પોતાની પત્ની સાથે આડાસંબંધ હોવાના વહેમમાં પતિએ એક યુવકને માર મારતાં હોબાળો મચી ગયો છે. આ યુવકે પત્ની સાથે બાઇક પર ફરવા નીકળેલા યુવકને આંતરીને યુવક સાથે ઝઘડો કર્યો હતો અને પછી તેને માર માર્યો હતો. આ અંગે યુવકે બારડોલી પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે.
એટલું જ નહીં, જિતેન સાથે અભદ્ર ભાષામાં વાતો કરી હતી અને તેને જાતિવિષયક ગાળો આપી હતી. ઢીકાપાટું અને તિક્ષ્ણ હથિયારથી માર માર્યો હતો. એટલું જ નહીં જિતેનની પત્ની સાથે પણ ઝપાઝપી કરી હતી. જિતેનને આ પછી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જિતેને આ અંગે ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘરે અવરજવર રહેતી હોવાના કારણે મેઘાના પતિને પત્નીના જિતેન સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. જેને લઈને વર્ષ 2015માં ઝઘડો થયો હતો. જોકે, આ સમયે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. એટલું જ નહીં, આ સમયે મેઘા અને જિતેન વચ્ચે બોલચાલના સંબંધોનો અંત આવ્યો હતો.
આ પછી પણ મેઘાના પતિના શંકાનું સમાધાન થયું નહોતું. જેને કારણે તે જિતેન સાથે ઝઘડા કરતો રહેતો હતો. ગત 19મી જૂને પોતાની પત્ની સાથે બુલેટ પર રાત્રે લટાર મારવા નીકળેલા જિતેનને સ્વામીનારાયણ મંદિર કારમાં આવેલા રાજેન્દ્રસિંહે ટક્કર મારીને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી બીજા દિવસે 20મીએ પણ આવી જ રીતે જિતેનનું બાઇક ઓવરટેક કરી રોક્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -