સુરતઃ કારમાં આવેલો યુવક સગીરાને રોડ પર જ કિસ કરીને જતો રહ્યો, જાણો પછી શું થયું?
સુરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય સગીરા ટ્યૂશનમાંથી છૂટીને ઘરે જઈ રહી હતી, ત્યારે એક યુવક તેની પાસે કાર લઈને આવ્યો હતો અને સગીરાને જાહેરમાં જ કિસ કરી લીધી હતી. જોકે, સગીરાએ બૂમાબૂમ કરતાં યુવક કાર લઈને ભાગી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર ચાલક યુવકે રસ્તા વચ્ચે છેડતી કરતા સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસથી વાહનચાલકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. જેથી કાર ચાલક માર પડવાના ડરથી ભાગ ગયી હતો. બીજી તરફ તરફ વિદ્યાર્થિનીએ કારનો નંબર નોંધી લીદો હતો અને તેના આધારે પોલીસ ફરિયાદ કરી હતી.
સગીરાએ પોલીસને મારુતિ કારનો નંબર જીજે 5, બીયુ 6419 આવ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને છેડતી કરનાર જાબીર પટેલ (ઉ.વ.26)ની અટકાય કરી હતી. આ યુવક લીંબાયત સ્થિત મદીના મસ્જીદ પાસે ઇશાકની ચાલમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -