સુરતઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો કાશ્મીર, પછી શું થયું?
દરમિયાન પરિવારજનોને સોસાયટીનો જ મહંમદ રેહન નામનો યુવક ભગાવી ગયો હોવાની જાણ થઈ હતી. સગીરાના પરિવારજનો યુવકના પરિવારજનો અને તેના મિત્રોને પોલીસ સ્ટેશન ગઈ ગયા હતા. જેથી યુવકના પરિવારજનોએ પરત ફરવા દબાણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરાને સોસાયટીનો જ યુવક પ્રેમજાળમાં ફસાવીને કાશ્મીર ભગાવી ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે યુવક પર પરિવારજનો તરફથી દબાણ વધતા સગીરા સાથે પરત ફર્યો હતો. સગીરાના પરિવારે દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
દીકરી પરત ફર્યા પછી સગીરાના પરિવારને યુવક ભગાવી ગયો હોવાની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદને આધારે પોલીસે યુવકની ધરપકડ કરવામાં આવી છે અને હાલ બન્નેને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અર્થે લઈ જવામાં આવ્યા છે.
તપાસ કરતાં યુવક પ્રિયાને લઈને કાશ્મીર પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે પાંચ દિવસ બાદ આજે પરત ફર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હાલ પ્રિયાના પિતાએ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા વિનાયક નગરમાં પ્રિયા(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે અને પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 20 મેના રોજ પ્રિયા રાત્રે ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ હાથ ઘરી હતી. જોકે, દીકરીનો કોઈ પત્તો ન લાગત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -