સુરતઃ બે શખ્સ પૈસા લઈ યુવક સાથે બાંધતા સજાતીય સંબંધ, યુવકોએ ક્લિપ ઉતારી લેતાં શું થયું?
દરમિયાન ભરૂચ જીલ્લાની વાલિયા પોલીસની જાણવાજોગ ફરિયાદ અનુસાર વાલિયાના ગુમ યુવકને શોધતી માંગરોળ આવી પહોચી. હત્યા કરાયેલી લાશ જોતા લાશ યુવકની હોવાનું બહાર આવ્યું, પરંતુ હત્યા કોણે કરી અને સેના માટે કરી એની તપાસમાં પોલીસ જોતરાઈ ગઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ માંગરોળ ખાતે સજાતીય સબંધમાં યુવાનની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ગત ૯મી ફેબ્રુઆરીના રોજ ખેતરની ઝાડીમાંથી યુવકની લાશ મળી હતી. જીલ્લા એલસીબીએ આ હત્યાનો ભેગ ઉકેલી નાંખ્યો છે. તેમજ આ હત્યાના કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે.
નહેર પર નહાતા સમયે આ યુવાનોનો યુવક સાથે પરિચય થયો હતો અને ત્યારેથી ઘટનાની શરૂઆત થઇ હતી. યુવક બંનેને સબંધ બાંધવા માટે પૈસા પણ આપતો હતો. જોકે બંને યુવાનોએ આ સબંધનો ગેરલાભ ઉઠાવી અંગત પળોના વિડીયો ઉતારી લઇ યુવકને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો ખોટું બોલી રહ્યા હોવાની પોલીસને શંકા ગઈ હતી. જોકે ત્યારબાદ કડકાઈથી તપાસ કરતા બંને યુવાનોએ જે વાત કબુલી એ ચોંકાવનારી હતી. બંને યુવાનોના મૃતક યુવક સાથે છેલ્લા બે-ત્રણ વર્ષથી સજાતીય સબંધ હતા.
પોલીસે બંને આરોપી પાસેથી હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલો છરો તેમજ ૨૦ હજાર રૂપિયા રીકવર કરી લીધા છે. પરિવાર છતાં યુવાનના સજાતીય આકર્ષણને લઇ યુવાને પોતાનો જીવ ખોયો અને સાથે સાથે પરિવાર પણ યુવાનની ભૂલના કારણે હાલ તો રઝળી પડ્યો છે.
જે દિવસે હત્યા કરવાની હતી તે દિવસે પણ બંને યુવાનોએ નજીકની એક ઈંડાની લારી ચલાવતી મહિલાના મોબાઈલ પરથી યુવકને પાર્ટી કરવા બોલાવ્યો હતો અને યુવક આવતા પાર્ટી કરી ત્યારબાદ ખેતરમાં લઇ જઈ હત્યા કરી નાખી અને સોનાની ચેન તેમજ ૪૦ હજાર રૂપિયાની લુટ કરી ફરાર થઇ ગયા હતા.
ત્રણ દિવસ પહેલા માંગરોળ તાલુકાના સુવાલી ડુંગરી ગામેથી એક અજાણ્યા યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી. પોલીસ અવઢવમાં હતી કે લાશ કોની છે, દરમિયાન પોલીસને માંડવીના ધરમપુર ગામેથી એક અજાણી બાઈક પણ મળી આવી.
પોલીસે ગુનો ઉકેલવા અત્યાધુનિક તકનીકની મદદ લઇ તપાસ શરૂ કરી. પોલીસને ઘણા લોકો પર શંકા હતી પરંતુ કોલ ડીટેલ બાદ નાની નરોલી ગામના બે લબર મુછીયા યુવાનો પર તપાસ અટકી. યુવાનો હતા ૨૧ વર્ષીય યાસીમ ઉર્ફે ઇકબાલ ઈબ્રાહીમ શેખ અને ૨૦ વર્ષીય ઈરફાન હબીબ પઠાણ. બંનેને પોલીસ મથકે લઇ જઈ કડક તપાસ કરતા બંને લબરમુછીયા યુવાનો ભાંગી પડ્યા અને જે કબુલાત કરી એ પોલીસને પણ ચોંકાવી નાંખે એવી હતી.
યુવક બંનેના બ્લેકમેલીંગથી કંટાળી ગયો હતો અને હવે પૈસા માટે ના કહી રહ્યો હતો, જેથી બંને યુવાનોએ એકવાર પૈસા લઇ યુવકની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો. હત્યા માટે બંનેએ એક છરો લીધો. ત્યારબાદ છેલ્લા ૧૦ દિવસથી પોતાના મોબાઈલ પણ બંધ કરી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -