સુરતઃ પુત્રવધૂને રૂમમાં ખેંચી જઈ સસરાએ ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
સવારે સાત વાગ્યે તો તેના પિતરાઈ ભાઈ-ભાભી આ પરિવારના ઘરે આવી પુત્રવધૂને પોતાની સાથે લઈ ગયા હતા. સમાધાનના પ્રયાસો કરવાની વાત કરી હતી. આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. હવે વાત પોલીસ સુધી પહોંચી છે તેવું જાણી ગયેલા 52 વર્ષીય સસરા મગન પટેલ ઘર છોડીને જતા રહ્યા છે અને જો મારી વિરુદ્ધ ફરિયાદ કરી છે તો હું કોઈ પણ પગલું ભરી લઈશ તેવી ધમકી પણ આપતા ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના બની તે દિવસે ભોગ બનનારી પુત્રવધૂના જેઠ-જેઠાણી બહાર ગામ ગયા હતા. આ ઘટના બની ત્યારે પતિ બેડરૂમમાં ઊંઘતો હતો તો બીજી બાજુ તેમના ઘરે મહેમાન આવ્યા હતા, જેઓ બીજા રૂમમાં સૂતા હતા. 25 વર્ષીય પુત્રવધૂએ પતિને ઊંઘમાંથી ઉઠાડવાની કોશિશ કરી, પણ તે ઊઠ્યા નહીં. આથી પુત્રવધૂએ તેના પિતરાઈ ભાઈનાં પત્નીને ફોન કરીને જાણ કરી હતી.
દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યે નાના દીકરાની વહુ જેઠના પુત્ર માટે નાસ્તો બનાવવા ઉઠ્યા હતા. આ સમયે જ સસરા જાગી ગયા હતા અને તેમણે પુત્રવધૂ પર દાનત બગાડી હતી. તેઓ પુત્રવધૂને રૂમમાં ખેંચી ગયા હતા અને પરાણે સેક્સ માણ્યું હતું. તેમજ કોઈને વાત કરશે તો છૂટાછેડા કરાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, વરાછા એલ.એચ. રોડ બરોડા પ્રિસ્ટેજ પાસે રહેતા મગન પટેલ(ઉ.વ.52) જરીના દોરા બનાવવાનું કારખાનું ધરાવે છે. ગત 27મી નવેમ્બરે તેમના ઘરે મહેમાન આવતાં તેઓ હોલમાં સૂતા હતા. જ્યારે તેમના દીકરો અને પત્ની બેડરૂમમાં સૂતા હતા.
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતી પર તેના જ સસરાએ બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. વહેલી સવારે ભત્રીજા માટે નાસ્તો બનાવવા ઉઠેલી પુત્રવધૂને રૂમમાં ખેંચી જઈ સસરાએ બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈને કહેશે તો છૂટાછેડા કરાવી દેવાની ધમકી આપી હતી. જોકે, પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -