સુરતઃ કોલેજીયન યુવતીની યુવકે ઉતારી લીધી ક્લિપ ને પછી બ્લેકમેલ કરી બાંધ્યા સંબંધ
આ પછી અવધેશે પોત પ્રકાશ્યું હતું અને યુવતીને તેનો વીડિયો બતાવી બ્લેકમેલ કરવા લાગ્યો હતો. યુવતીને પહેલાં વેસુમાં સમર્થ એન્ક્લેવ બિલ્ડિંગની નજીક બોલાવી વોચમેનના રૂમમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી અવધેશે વેસુમાં પૂજા અભિષેક બિલ્ડિંગના વોચમેનની રૂમમાં પણ સંબંધ બાંધ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીંથી અવધેશ અટક્યો નહોતો અને ધમકી આપી કે, હું તારા લગ્ન થવા દઈશ નહીં અને હું જ્યાં બોલાવું ત્યાં તારે આવવાનું રહેશે. તું નહીં આવે તો તારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ. આમ, અવધેશનું દબાણ વધતાં કંટાળેલી યુવતીએ આ અંગે તેના માતા-પિતાને વાત કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ યુપીની ને પાંડેસરામાં રહેતી 21 વર્ષીય યુવતી સિટીલાઇટની ડીઆરબી કોલેજમાં અભ્યાસ કરે છે. પોતાના ઘારે એકલી હતી, ત્યારે સંબંધી યુવક અવધેશ ઉર્ફે છોટુ કુશવાહા (રહે. એસએમસી આવાસ, વેસુ) તેના ઘરે આવ્યો હતો. તે ઘરે આવ્યો ત્યારે યુવતી ઘરમાં કપડાં બદલી રહી હતી. આ સમયે યુવતીને ખબર ન પડે તેમ અવધેશે મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો.
સુરતઃ પાંડેસરામાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતીએ યુવક સામે અલગ અલગ જગ્યાએ બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ઉમરો પોલીસ સ્ટેશનમાં કરી છે. યુવક યુવતીની અશ્લીલ ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
સંબંધી યુવક છેલ્લા 2 વર્ષથી યુવતીના પરિચયમાં આવ્યો હતો ને તેના ઘરે અવારનવાર આવતો-જતો હતો. આ અંગે ઉમરા પોલીસે યુવતીની ફરિયાદ લઈને નરાધમ અવધેશની સામે બળાત્કાર અને ધમકીનો ગુનો નોંધ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -