સુરતઃ માલીસને બહાને પરિણીતાના કપડા ઉતારી હાડવૈદે લીધી કેવી છૂટછાટ? પતિ બેઠો હતો બહાર
પત્નીનો અવાજ સાંભળી પતિ અંદર દોડી આવ્યો હતો અને હાડવૈદની હરકત જાણી તેને ત્યાં જ ફટકાર્યો હતો. આ પછી પતિએ પૂણા પોલીસ મથકે હાડવૈદ સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે પોલીસે હાડવૈદની અટક કરી પૂછપરછ કરતાં તેની વાસે વૈદકીય સારવાર માટેના પ્રમાણપત્ર નહોતા. પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેરના સરથાણામાં રહેતી પરિણીતાને માલીસ કરવાના બહાને કપડા ઉતરાવી અડપલા કરવા લાગતા મહિલાએ હોબાળો મચાવી દીધો હતો. મહિલાનો અવાજ સાંભળી દોડી આવેલા પતિએ હાડવૈદની ધોલાઇ કરી હતી અને પછી હાડવૈદ સામે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના પુણા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાને થોડા સમયથી કમરનો દુખાવો રહેતો હતો. જેથી તેમણે પૂણા રોડ અર્ચના સ્કૂલ પાછળ આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા હાડવૈદ હિંમત લાલજી ગુર્જર પાસે સારવાર ચાલુ કરી હતી. દરમિયાન ગઈ કાલે પરિણીતા પતિ સાથે હાડવૈદ પાસે સારવાર માટે ગઈ હતી.
હાડવૈદે મહિલાની તપાસ કરતી પતિને બહાર બેસાડ્યા હતા અને પરિણીતાને અંદરના રૂમમાં માલીસ માટે લઈ ગયો હતો. અહીં પરિણીતાના કપડા ઉતરાવી અડપલા શરૂ કર્યા હતા. પીઠના દુખાવાની સારવારને બદલે છેડતી કરવા લાગતા પરિણીતા પહેલા તો ગભરાઈ ગઈ હતી. જોકે, પછી તેણે દેકારો મચાવી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -