સુરતઃ યુવક ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા માણતો હતો ને પત્ની આવી ગઈ, પછી શું થયું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિપેશ છેલ્લા પાંચ મહિનાથી ઘરે પગાર પણ આપતો નહોતો અને આ રૂપિયા પ્રેમિકા તેજલ પર ઉડાવતો હતો. દરમિયાન થોડા દિવસ પહેલાં દિપેશ અને તેજલને દિપેશની પત્નીએ રંગેહાથે ઝડપી પાડતાં તેમનો ભાંડો ફૂટી ગયો હતો. જોકે, આ સમયે દિપેશે આ બધું છોડી દેવાનું કહેતાં તેની પત્નીએ તેની સાથે સમાધાન કરી લીધું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના લાલ દરવાજા વિસ્તારમાં દિપેશ ગોપાલભાઈ સોલંકી(ઉ.વ.27) પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં માતા,પત્ની અને ચાર સંતાનો છે. દિપેશ આયુષ હોસ્પિટલમાં નોકરી કરે છે. દિપેશને છેલ્લા ઘણાં સમયથી તેજલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા.
દરમિયાન ગઈ કાલે દિપેશ ઘરેથી મિત્રની બર્થડે પાર્ટી હોવાનું કહીને નવા કપડાં પહેરી ઘરેથી નીકળ્યો હતો અને આ પછી ઘરે પરત ફર્યો નહોતો. દરમિયાન પોલીસે તેના પરિવારને દિપેશે કોઈ યુવતી સાથે અલથાણ ગાર્ડનમાં ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું.
ચાર સંતાનોના પિતાએ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આપઘાત કરનાર યુવતીના હાથ પર તેજલ નામનું ટેટૂ મળી આવ્યું હતું. જ્યારે હાથની હથેળી પર મિસ યુ લખેલું હતું.
સુરતઃ શહેરના અલથાણ ગાર્ડનમાં યુવક અને યુવતીએ ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. દવા પી લેતા હાલ બંનેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. યુવકની પત્નીએ તેને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લીધા પછી તેણે આ પગલું ભર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -