FB ફ્રેન્ડ સાથે યુવતીને બંધાયા સંબંધ, બંને ભાગીને રાજકોટ પહોંચ્યાં, પતિ ત્યાં ગયો તો શું કર્યું?
સુરતઃ ફેસબૂક ફ્રેન્ડ સાથે સંબંધ બંધાતા સુરતની પરણીત યુવતી પુત્રો સાથે ભાગી જતાં ખળભળાટ મચી ગયો છે. પ્રેમી સાથે ભાગેલી પત્નીને રાજકોટ હોવાની ખબર પડતાં પતિ ત્યાં પહોંચ્યો હતો. જોકે, પત્ની અને પ્રેમીએ રીતસરનો ભગાવી દીધો હતો. જેથી પતિ રાજકોટ પોલીસ પાસે પહોંચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં ફરીથી તેણે કિશોરસિંહને બોલાવ્યો હતો. અહીં બંનેએ રાજકોટમાં સાથે રહેવાનું નક્કી કર્યું હતું. બન્ને સાથે રહેવા પણ લાગ્યાં હતાં. જોકે, પતિ રાજકોટ પહોંચતા સમગ્ર ઘટના સામે આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ સંગીતાને ફેસબુક પર કચ્છના કિશોરસિંહ ધીરુભા જાડેજા સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે સંગીતા સુરતથી ભાગી ત્યારે તેણે કિશોરસિંહને અમદાવાદ બોલાવ્યો હતો. આ પછી સંગીતા તેના બન્ને પુત્રો સાથે કોલકાતા કામની શોધમાં પહોંચી હતી. જ્યાં તેની એક સહેલી હતી પણ ત્યાં કોઈ કામ-ધંધો ન મળતાં તે પરત અમદાવાદ આવી હતી.
આ કેસ તાલુકા પોલીસ પાસે પહોંચતા દિનેશની પત્ની સહિત તમામને પોલીસ સ્ટેશને લવાયા હતા અને પોલીસે ચોકબજાર પોલીસને આ અંગે જાણ કરી હતી. જેથી ચોકબજાર પોલીસની ટીમ સંગીતા અને તેના બે પુત્રોનો કબજો લેવા રાજકોટ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, ચોકબજાર વિસ્તારમાં રહેતી 29 વર્ષીય સંગીતા દિનેશ મહાલે તેના બે પુત્રોને લઈ ત્રણ મહિના પહેલાં ગુમ થઈ હતી. તે વખતે સંગીતાના પતિ દિનેશે ચોકબજાર પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી હતી. દરમિયાન દિનેશને પત્ની પ્રેમી સાથે રાજકોટ ખાતે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં જતાં બંનેએ તેને ભગાડી દેતાં તે રાજકોટ તાલુકા પોલીસ પાસે પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -