સુરતઃ લગ્નનું વચન આપી સગીરાને બનાવી ગર્ભવતી, પછી શું થયું?
શારીરિક તપાસ પછી પરિવારજનો તેને ઘરે લઈ ગયા હતા. ફરીથી આજે તેને પેટમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં આજે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. પ્રેમસંબંધમાં પ્રેમી પ્રદીપે લગ્ની નહીં કરી સગીરાને છોડી દીધી હતી. સગીરા સાથે પ્રેમીએ દગ્ગો કરતાં સગીરાના પરિવારે પ્રદીપ સામે અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. હાલ પ્રદીપ આ કેસમાં જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરાની 14 વર્ષીય સગીરા પાડોશમાં રહેતા પ્રદીપ નામના યુવકના પ્રેમમાં પડી હતી. યુવકે લગ્નનું વચન આપતાં સગીરા તેની સાથે ભાગી ગઈ હતી. આ પછી યુવકે અલગ અલગ જગ્યાએ લઈ જઇ સગીરા સાથે સેક્સ માણ્યું હતું. જોકે, તેની સાથે લગ્ન કર્યા નહોતા.
સુરતઃ પાંડેસરાની એક સગીરા વગર લગ્ને પ્રેમી સાથેના સંબંધથી માતા બનતા ચકચાર મચી ગઈ છે. પાડોશમાં રહેતો યુવક દસ મહિના પહેલા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અહીં તેમની વચ્ચે સેક્સસંબંધ બંધાતા સગીરા પ્રેગ્નન્ટ થતાં યુવકે તેને તરછોડી દીધી હતી.
થોડા સમય સુધી સગીરાને બહાર ફેરવ્યા પછી યુવક સગીરાને તેના ઘરે પરત મૂકી ગયો હતો. ગત 9 સપ્ટેમ્બર 2017ના રોજ સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તપાસ કરતાં સગીરા પાંચ મહિના ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -