સુરતના યુવાનને ઓનલાઈન iPhone7 વેચવો પડ્યો ભારે, જાણો કેવી રીતે ગુમાવ્યો ફોન
કિશને ઠગાઈ થયાનું જણાઈ આવતાં કાપોદ્રા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવા પહોંચી ગયો હતો. જ્યાં બાબુભાઈ સેમ્યુઅલભાઈએ કિશનની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યાં કૌશિકે કહ્યું કે, આ મારા એક્ટિવાની ચાવી રાખ હું ફોન મારા ભાઈને આ કોમ્પલેક્સમાં બતાવતો આવું. એક્ટિવાની ચાવી હોવાથી વિશ્વામાં આવેલા કિશને તેને જવા દીધો હતો. બાદમાં કૌશિકે કિશનને ઉપર આવવા ઈશારો કર્યો હતો. એટલે કિશન ચાવી લઈને ઉપર ગયો એ દરમિયાન કૌશિક ગાયબ થઈ ગયો હતો. શોધખોળ કરતાં કૌશિક ન મળતાં કિશન તેના એક્ટિવાની જગ્યાએ ગયો તો એક્ટિવા પણ કૌશિક અન્ય ચાવી સાથે લઈને ફરાર થઈ ગયો હતો.
પુણા ગામની રણુજાધામ સોસાયટી ખાતે રહેતા 19 વર્ષિય વિદ્યાર્થી કિશનકુમાર ધીરજલાલ નારયાએ પોતાની પાસેનો આઈફઓન સેવન (સિલ્વર) વેચવા માટે ઓએલએક્સ વેબસાઈટ વેચવા મુક્યો હતો. તેની જાહેરાત જોઈને પોતાને કૌશિક પટેલ તરીકે ઓળખાવતા યુવકે ફોન કરી ફોન ખરીદવા સહમતી દર્શાવી હતી. જેથી કિશન અને કૌશિક યોગીચોક નજીક આવેલા નીલકંઠ પ્લાઝા મહાલક્ષ્મી સોસાયટી સામે મળ્યાં હતાં.
સુરતઃ જો તમે પણ ઓનલાઈન કોઈ વસ્તુ વેચો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. સુરતામાં એક યુવકે ઓલએક્સ પર આઈફોન વેચવા મુક્યા બાદ હવે તેને ફોન ગુમાવવાનો વારો આવ્યો છે. ઓએલએક્સ નામની ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટ પર યુવકે પોતાનો આઈ ફોન સેવન મુક્યો હતો. જેને ખરીદવા આવેલા યુવકે મોડસ ઓપરેન્ડી વાપરી ફોન જોવા લીધા બાદ ભાઈને બતાવવાનું કહી ગાયબ થઈ ગયો હતો. જેની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -