સુરતઃ સગીરાએ યુવકને ઓળખતી ના હોવા છતાં વારંવાર માણ્યું સેક્સ ને બની સગર્ભા, પછી શું થયું ? જાણો ચોંકાવનારી વિગત
સુરતઃ સુરતના ડભોલીમાં 14 વર્ષની એક સગીરાએ એક બાળકને જન્મ આપતાં ચકચાર મચી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સગીરાએ જેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા તે યુવકને તે બરાબર ઓળખતી પણ નથી. સગીરાને ફસાવીને તેના પર બળાત્કાર ગુજારનારા રાહુલ નામના યુવાન સામે ચોકબજાર પોલીસે ગુનો નોંધ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસને આશંકા છે કે આ સગીરા પોતાની નજીકની કોઈ વ્યક્તિની હવસનો ભોગ બની છે અને તેના કારણે સગર્ભા બની છે. સગીરાનો પરિવાર આ વ્યક્તિની પાપલીલાને છૂપાવવા બળાત્કારની ફરિયાદ નોંધાવવા તૈયાર નહોતા પણ તબીબોની સતર્કતાને કારણે પોલીસ ફરિયાદ નોંધાઇ પછી પણ તેને છાવરવા પ્રયાસ થઈ રહ્યા છે.
જો કે પોલીસ સગીરાના નિવેદનમાં કારણે ગૂંચવાઈ ગઈ છે. સગીરા પાસે રાહુલ ક્યાં રહે છે, તેનો મોબાઇલ નંબર શું છે, તેના પર ક્યા સ્થળે તેણે શારીરિક સંબંધો બાંધીને સેકસ માણ્યું હતું, તે સહિતની કોઇ પણ માહિતી પાસે નથી. પોલીસ પ્રાથમિક તબક્કે એવું માની રહી છે કે આ ફરિયાદ તથ્ય વગરની છે.
રાહુલ સાથેના સંબંધથી ગર્ભવતી બનેલી સગીરાએ પીપલોદ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં બે દિવસ પહેલાં બાળકીને જન્મ આપ્યો હતો. આ સંબંધમાં પરિવાર કોઇ ફરિયાદ કરવા માંગતો નહોતો કેમ કે સગીરા તેના પ્રેમીને બરાબર ઓળખતી નથી પરંતુ તબીબોની સતર્કતાને કારણે પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાઇ હતી.
મળતી વિગતો અનુસાર, ડભોલી ગામમાં રહેતી એક 14 વર્ષીય સગીરા નવ મહિના અગાઉ તેના કાકાના દીકરાના લગ્નમાં ગઇ હતી. લગ્ન દરમિયાન તે એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે પોતાનું નામ રાહુલ હોવાનું જણાવ્યું હતું અને તેને એકાંત સ્થળે લઈ જઈને તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા.
સગીરાના કહેવા પ્રમાણે રાહુલે સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી તેની સાથે વાંરવાર સેક્સ માણ્યું હતું. રાહુલ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને વાપરવા માટે 100-100 રૂપિયા આપતો અને આ રીતે તેણે અનેકવાર સગીરા સાથે શારીરિક સંબંધો બાંધીને સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -