સુરતઃ નેવી ઓફિસરની સ્વરૂપવાન પત્નીના રહસ્યમય મોતની ઘટનામાં શું આવ્યો ચોંકાવનારો વળાંક? જાણો
લગ્ન બાદ પ્રદીપ અને સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતાં હતાં. જોકે, શ્રૃતિના પિતા દહેજ આપવા સક્ષમ ન હોય શ્રૃતિને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન સોમવારે સાંજે શ્રૃતિને પતિ પ્રદીપ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે શ્રૃતિને મૃત જાહેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિંડોલીમાં રહેતા અને નેવીમાં નોકરી કરતાં પ્રદીપ ઉપાધ્યાયે દહેજ માટે તેની પત્ની શ્રૃતિની હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટર્મ રિપોર્ટમાં બહાર આવ્યું છે. સાકાર પેલેસમાં રહેતા પ્રદીપ ઉપાધ્યાયના બે વર્ષ પહેલા બિહારના ભોજપુરના વતની અશોકકુમાર બલદેવ ઓઝાની દીકરી શ્રૃતિ (ઉ.23) સાથે થયાં હતાં.
સુરતઃ ડિંડોલીમાં નેવીના ઓફિસરની પત્નીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેના શરીર પર ઇજાના નિશાન મળી આવતાં દીકરીના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે નેવીના ઓફિસરની પત્નીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં ચોંકાવનારો ધડાકો થયો છે.
પોસ્ટમોર્ટમમાં શ્રૃતિનું બરોળ ફાટી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં તેના શરીર પર ઈજાના 15 નિશાન હતા. જોકે, પતિએ વાઈની બિમારી હોવાનું બહાનુ કાઢ્યું હતું. બુધવારે બિહારથી સુરત આવેલા શ્રૃતિના પિતા અશોકકુમારે દીકરીને દહેજ માટે ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળતાં શ્રૃતિની હત્યા થઈ હોવાનું સામે આવતાં ડિંડોલી પોલીસે પ્રદીપ અને તેની માતા શાંતિબહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને હાલ તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -