સુરતઃ પાટીદાર યુવતીએ વિધર્મી યુવક શકીલ સાથે શારીરિક સંબંધો અંગે આપેલા નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદીએ ઉમેર્યું કે, વિધર્મી યુવક શકીલનું પણ પોલીસે નિવેદન લીધું હતું અને તેમાં યુવતીએ બંને જણા પોતાની મરજીથી ભાગી ગયા હતા. આ નિવેદનો લઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને તેને માલેગાવમાં મોકલી આપ્યો છે. શકીલના પરિવારને પણ પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે.
આ અંગે અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.આઈ. મોદીએ જણાવ્યું કે, ઔરંગાબાદ નાયવલામાંથી પોલીસે યુવક-યુવતીને લઈ આવીઆવી હતી. પોલીસે પરિણીતાનું નિવેદન લેતાં તેણે પોતાની મરજીથી ગઈ હોવાનું કહેતાં તેનું નિવેદન નોંધીને તેને ઘોડદોડ રોડના નારીગૃહમાં મોકલી આપી છે.
યુવતીના પરિવાર દ્વારા યુવતીને ફોસલાવીને ભગાડી જવાઈ હોવાની ફરિયાદ કરાઈ હતી જ્યારે પાટીદાર યુવતીએ અલગ જ નિવેદન આપીને બધું પોતાની મરજીથી થયું હોવાનું કહ્યું હતું. મોટા વરાછાની ચાલમાં રહેતા શકીલના ઘર નજીક રહેતી પટેલ પરિવારની દીકરીને લગ્ન પહેલાંથી તેની સાથે સંબંધ હતા.
પોલીસ બંનેને ગઈ કાલે જ સુરત લઈ આવી હતી અને બંનેનાં નિવેદનો નોંધતાં યુવતીએ પોતે શકીલ સાથે શારીરિક સંબંધો પોતાની મરજીથી બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. યુવતીએ પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટતા કરી કે, પોતે પોતાની મરજીથી શકીલ સાથે ભાગી ગઈ હતી. આ નિવેદનથી પોલીસ પણ ચોંકી હતી.
લોકઆક્રોશ જોઈને પોલીસ હરકતમાં આવી અને શકીલના મિત્ર માંલેગાવના બે યુવકોની પૂછપરછ કરતાં શકીલ યુવતીને ભગાડીને ઔરંગાબાદ ગયો હોવાની ખબર પડી હતી. પોલીસે ઔરંગાબાદના નાયવલાથી બંનેને ઝડપી પાડ્યા હતાં. પોલીસની પૂછપરછમાં અગાઉ પણ શકીલ યુવતીને ભગાડી ગયો હોવાની વાત ખૂલી હતી.
સુરતઃ સુરતમાં પાટીદાર યુવતીને વિધર્મી યુવક શકીલે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીનાં લગ્ન થઈ ગયા પછી પણ તેણે યુવતી સાથે પરાણે સેક્સ સંબંધ બાંધ્યા ને પછી લગ્નની લાલચ આપીને ભગાડી જતાં પાટીદારોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે ત્યારે આ યુવક-યુવતી પકડાઈ ગયાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -