ગુજરાત સરકારના ખાસ મનાતા કયા પાટીદાર આગેવાનોએ PAAS સાથે કરી બેઠક? શું થઈ ચર્ચા?
સૌરાષ્ટ્ર પટેલ સમાજના ટ્રસ્ટીઓ સાથે પાસના કન્વીનરોએ બેઠક યોજી હતી. પાસ દ્વારા સરકાર સમક્ષ જે 4 માગણી મૂકી છે, તે માગણી સંદર્ભે ચર્ચા કરી હતી. પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું કે, સાંજે 4.45 વાગ્યે આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર સમાજના મોભીઓ મથુર સવાણી, લાલજી પટેલ, રામજી ઇટાલિયા સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠકમાં પાટીદારઅનામત આંદોલન સમિતિએ સરકાર સમક્ષ 4 માગણી રજૂ કરી છે, જેમાં 1. પાટીદાર સમાજને બંધારણીય અનામત આપો, 2. 25-26 ઓગસ્ટના રોજ પાટીદાર સમાજ પર બેરહેમીથી અત્યાચાર ગુજારનારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પર વિડિયો રેકોર્ડિંગના આધારે તાત્કાલિક અસરથી પગલાં લો, 3.આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને હરિયાણા અને રાજસ્થાનની જેમ આર્થિક સહાય અને સરકારી નોકરી આપો અને 4. પાટીદાર સમાજ માટે અલગથી પાટીદાર આયોગ આપો.
સુરતઃ આગામી પાંચમી ઓગસ્ટે હાર્દિક પટેલે અમદાવાદમાં પાટીદાર સંમેલન યોજવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાત સરકારે ફરી એકવાર તેમની સાથે વાટાઘાટો શરૂ કરી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોએ મંગળવારે સરકારના ખાસ ગણાતા કેટલાક પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સમસ્ત પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ હાજર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -