સુરતઃ હાર્દિકની ધરપકડના વિરોધમાં પાટીદારોનું શક્તિપ્રદર્શન, હજારોની સંખ્યામાં જોડાયા પાટીદારો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલીમાં ડી.જે સાથે અનામતના સોંગ પર પાટીદાર યુવકો ઝૂમ્યા હતા. વિશાળ રેલીને કારણે સુરતમાં અનેક સ્થળે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. રેલી વરાછા મેઇન રોડ પર આવ્યા બાદ દરેક ગલીઓમાંથી પાટીદાર યુવકો તેમાં જોડાયા હતા. આ રેલીમાં યુવકો હાર્દિકને છોડવા અને અનામતની માંગણીની બૂમો પાડતા સાંભળવા મળ્યા હતા.
પાટીદારોની આ રેલીમાં કોગ્રેસના સ્થાનિક કોર્પોરેટર અને નેતાઓ પણ જોવા મળ્યા હતા. માથે જય સરદાર અને જય પાટીદાર લખેલી ટોપી પહેરી કોગ્રેસ નેતાઓને જોઇને અનેકને આશ્વર્ય થયું હતું. જોકે, કેટલાકના મતે પાટીદારોની આ રેલીને કોગ્રેસનું પીઠબળ હોવાનું પણ માનવામાં આવે છે.
ભાજપના મંત્રી નાનુ વાનાણીએ હાર્દિક પટેલને પાટીદાર યુવકોનો હત્યારો ગણાવતા ભારે વિવાદ સર્જાયો હતો. પાટીદારોની વિધ્નહર્તા રેલીમાં યુવકોનો રોષ જોવા મળ્યો હતો.
પાટીદારોની આ રેલી યોગી ચોકથી નીકળી અને માનગઢ ચોક પહોંચતા પહેલા અન્ય સાત સ્થળેથી નીકળેલી રેલી મુખ્ય રેલીમાં જોડાઈ હતી. વરસાદ છતાં મોટી સંખ્યામાં પાટીદારો રેલીમાં જોડાયા હતા.
સુરતઃ પાટણ મારામારી કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ અને અન્ય નેતાઓની ધરપકડના વિરોધમાં સુરતમાં પાટીદારો દ્ધારા વિઘ્નહર્તા રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં 25000થી વધુ પાટીદાર યુવકો જોડાયા હતા. જય સરદાર, જય પાટીદારના નારા સાથે નીકળેલી પાટીદારોની આ રેલીને કારણે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ પાટીદારોએ શક્તિપ્રદર્શન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -