ગબ્બર ઇઝ બેકઃ હાર્દિકને આવકારવા પાટીદારોએ બનાવ્યા પોસ્ટર્સ
સુરતઃ હાર્દિક પટેલ આગામી 15મી જુલાઇએ જેલમુક્ત થવાનો છે, ત્યારે હાર્દિકને આવકાર માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)એ તડામાર તૈયારીઓ કરી લીધી છે. સુરત પાસની ઓફિસ પણ ધમધમી રહી છે. સુરત પાસ દ્વારા હાર્દિકને આવકારવા એક પોસ્ટર પણ તૈયાર કરાવવામાં આવ્યું છે. આ પોસ્ટર પર ગબ્બર ઇઝ બેક લખવામાં આવ્યું છે અને વચ્ચે હાર્દિક પટેલનો ફોટો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પોસ્ટરમાં ઉપર ડાબી સાઇડ સરદાર પટેલ અને જમણી બાજુએ શિવાજી મહારાજનો ફોટો છે. તેમજ ઉપરના ભાગે જય સરદાર, જય પાટીદાર, જય શિવાજી લખવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની નીચે પાટીદાર અનામત આંદોલન સમિતિ-સુરત લખવામાં આવ્યું છે. બેનરના નીચેના ભાગે પાટીદાર અનામત આંદોલન અને પટેલ નવનિર્માણ સેનાનો લોગો મુકવામાં આવ્યો છે. અન્ય એક પોસ્ટરમાં નીચે ધાર્મિક માલવીયા અને અન્ય પાટીદાર આંદોલનકારીઓના ફોટા પણ છે.
એટલું જ નહીં હાર્દિક બહાર આવવાનો છે, ત્યારે તેનો મેગા રોડ શો યોજાવાનો છે. તેનો રોડ મેપ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -