સુરતઃ પાસના કાર્યકરોએ હલ્લાબોલ કરતાં ઋત્વિજ પટેલના કાર્યક્રમનો ફિયાસ્કો, જાણો પાટીદારો કેમ વિફર્યા?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રામધૂન શરૂ કરતા પોલીસનું ટેન્શન વધી ગયું હતું. આખરે મોડી રાત્રે તમામને મુક્ત કર્યા હતા. જો કે પાટીદારોનો આક્રોશ એ પછી પણ શાંત નહોતો થયો અને મોડી રાત સુધી સુરતમાં પાટીદાર યુવકોનાં ટોળાં રસ્તા પર દેખાતાં હતાં. તેના કારણે પોલીસે આખી રાત ઉજાગરો કરવો પડ્યો હતો.
આ ઘટના બાદ પોલીસે પાસના ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ તમામને મંગળવારે મોડી રાત્રે 12 વાગ્યે ઉમરા પોલીસ મથક પર રાખવામાં આવ્યા હતા. આ વાતની જાણ પાસના કાર્યકરોને થતાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમરા પોલીસ મથકે એકત્ર થયા હતા.
પાસના કાર્યકરોએ ભાજપના કાર્યક્રમના સ્થળે તોડફોડ કરીને સભા ખોરવી નાંખી હતી પણ એ ઉપરાંત બે બસમાં પણ આગચાંપી દીધી હતી. પાસના કાર્યકરોએ બરોબર 13 મહિના પછી પાછું પોતાનું આક્રમક સ્વરૂપ બતાવીને ભાજપની સભા ખોરવી નાખતાં સોપો પડી ગયો હતો. ભાજપના કાર્યકરો પણ છૂ થઈ ગયા હતા.
ભાજપના સંખ્યાબંધ કાર્યક્રમોને પોલીસ મંજૂરી આપી રહી છે આ મુદ્દે પાસના કાર્યકરો આક્રમક મૂડમાં આવી ગયા હતા અને કાર્યક્રમમાં ટમેટાં સાથે પથ્થરો પણ ફેંક્યા હતા. જેના કારણે મામલો તંગ બન્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે પાટીદાર યુવાનોને બેફામ રીતે ફટકાર્યા પણ હતા.
મંગળવારે સાંજે હીરા બાગ સર્કલ નજીક ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરાયું હતું. પાટીદારોના પ્રભુત્ત્વવાળા વિસ્તારોમાં ભાજપના એક પણ કાર્યક્રમને મંજૂરી ન આપવાની પાસ દ્વારા અગાઉ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આજે ભાજપના કાર્યક્રમને મંજૂરી મળતાં પાટીદારો વિફર્યા હતા.
પાસના કાર્યકરોએ બરાબર 13 મહિના પૂર્વે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સભામાં તોડફોડ કરી હતી અને ભાજપે માત્ર 40 મિનિટમાં કાર્યક્રમ સંકેલી લેવો પડ્યો હતો. મંગળવારે રાત્રે હીરાબાગ નજીક પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની સભામાં પાસના કાર્યકરોએ ધમાલ મચાવી એ ઘટનાનું પુનરાવર્તન કર્યું હતું.
સુરતઃ સુરતમાં ભાજપે વરાછાના હીરાબાગ યોજેલી નજીક પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની સભામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કાર્યકરોએ ધમાલ મચાવી દીધી હતી. તેના કારણે ડો. ઋત્વિજ પટેલની સભા ઝડપથી આટોપી લેવી પડી હતી ને ડો. ઋત્વિજ પટેલે સંકેલો કરીને રવાના થઈ જવુ પડંયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -