સુરતઃફાર્મ હાઉસમાં ચાલતી હતી રેવ પાર્ટી, 40થી વધુ નબીરાઓ ઝડપાયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીમાં ગાવાના બહાને પાર્ટી કરતા નબીરાઓને બચાવવા માટે તેમના પરિવારજનો ધમપછાડા કરી રહ્યા છે. તમામ યુવક-યુવતીઓ બ્લેક કલરના કપડામાં હતા.
એક માહિતી પ્રમાણે, ખટોદરા પોલીસે બાતમીના આધારે સીટી લાઈટ પરના મોહન પાર્કમાં રેડ પાડી હતી. પોલીસના મતે મોડી રાત્રે બે વાગ્યે બર્થ-ડે પાર્ટીના બહાના હેઠળ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે ફાર્મ હાઉસમાંથી દારૂની 9 બોટલો જપ્ત કરી હતી.
સુરતઃસુરતના ન્યૂ સિટી લાઇટ વિસ્તારના ફાર્મહાઉસમાં રેવ પાર્ટી માણતા યુવક- યુવતીઓ ઝડપાયા છે. પોલીસે રેવ પાર્ટીમાં મોજ માણતા 40થી વધુ યુવક-યુવતીઓ ઝડપાયા હતા. ધરપકડ બાદ પોલીસ યુવક-યુવતીઓને મીડિયાથી બચાવતી જોવા મળી હતી. ઝડપાયેલા તમામ આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -