સુરતઃ બંગાળી યુવતીને PIએ કહ્યું- 'હું તારો રેપ કરવાનો નથી, ફક્ત એન્જોય કરીશ', જાણો શું છે વિગતો
ડીસીપી અને જોઇન્ટ કમિશનરે તેઓને સાંભળ્યા બાદ યુવતીને લઇ આ બે અધિકારી કમિશનર સતીશ શર્મા પાસે ગયા હતાં. પોલીસ કમિશનર શર્માએ યુવતીને અડધો- પોણો કલાક સાંભળી હતી. પૂછપરછ કરી તેની પાસે ઘણી માહિતી પણ મેળવી હતી. આ તપાસ ચાલી રહી હતી ત્યારે જ ઇન્સ્પેકટરે મામલો પતાવવા માટે વકીલને કોલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં પીઆઇએ તેને કોન્ટેક્ટમાં રહેવા પર કહ્યું હતું. ઘટના અંગે યુવતીના વકીલ પહેલા ડીસીપી અને પછી જોઇન્ટ કમિશનરને મળ્યા હતાં. આ બંને અધિકારીઓને રજૂઆત તો કરાઇ પરંતુ તેમના ઠંડા પ્રત્યુત્તરને પગલે મામલો રાજયના પ્રથમ મહિલા ડીજીપી ગીતા જોહરી સુધી પહોંચ્યો હતો. જોહરીએ પોલીસ કમિશનર શર્માને કોલ કરી તપાસની વાત કરી હતી.
બંગાળી યુવતીનો હાથ પકડી ખેંચીને પીઆઇએ પોતાના ખોળામાં બેસાડી દીધી હતી. યુવતીએ ખાખી વરદીની યાદ અપાવી તો પીઆઇએ કહ્યું કે તને વરદી ગમતી ન હોય તો બાજુમાં રૂમ છે. હું વરદી ઉતારીને આવું. બાદમાં પીઆઇ અશ્લીલ હરકત કરવા લાગ્યા હતા. બંગાળી યુવતી પાછળ ઘેલા બનેલા પીઆઇએ તેણીને ઓફિસમાં કામ કરવા રહી જવાની ઓફર પણ કરી દીધી હતી.
સુરતઃ બંગાળી યુવતીએ શહેરના જ એક પોલીસ ઇન્સ્પેક્ટર પર જાતીય શોષણનો આરોપ મુકતા ખળભળાટ મચી ગયો છે. આ બંગાળી યુવતીને પોલીસ દ્ધારા જ સ્પાની આડમાં દેહવ્યાપાર કરવાના આરોપમાં પકડવામાં આવી હતી. બંગાળી યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, પીઆઇએ મને તેમની ચેમ્બરમાં બોલાવી અશ્લીલ હરકતો કરી હતી.
આવા જ એક કેસમાં પકડાયેલી બંગાળી યુવતી ઉપર એક ઇન્સ્પેકટર ફીદા થઇ ગયા હતાં. પૂછપરછના બહાને યુવતીને પીઆઇએ ચેમ્બરમાં બોલાવી હતી. કાયદાકીય રીતે મહિલાની તપાસ કરાતી હોય ત્યારે લેડી કોન્સ્ટેબલની હાજરી અનિવાર્ય હોય છે. જો કે પીઆઇએ તો આ યુવતી સાથેના વકીલને પણ બહાર મોકલી દીધા હતાં.
નોંધનીય છે કે શહેરમાં સ્પાની આડમાં વધતા દેહવ્યાપારની ફરિયાદો બાદ પોલીસ દ્ધારા પગલા લેવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે શહેરના છ વિસ્તારોમાં આવેલા સ્પા પર રેડ મારી હતી અને મસાજ કરતી યુવતીઓને છોડાવી તેના સંચાલકો સામે ગુના નોંધી ધરપકડ કરાઇ હતી.
બંગાળી યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, પીઆઇએ તેમની ચેમ્બરમાં તેને બોલાવી હતી અને ખોળામાં બેસાડીને અશ્લીલ હરકતો કરી હતી. પીઆઇએ કહ્યું કે હું તારો રેપ કરવાનો નથી. ફક્ત એન્જોય કરવા દે. જોકે, પીઆઇની આ હરકતોથી પરેશાન બંગાળી યુવતીએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી પણ જોઇ ઉકેલ ના આવતા તેણે પોલીસ કમિશનર શર્માને ફરિયાદ કરી હતી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -