PM મોદી જય શાહની તપાસ ન કરાવે તો તે ચોકીદાર નહીં, ભાગીદાર છે, જાણો કોણે આપ્યું આ નિવેદન
સુરતઃ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પુરી તાકાત લગાવી દીધી છે. રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે સુરતના વરાછામાં એક જનસભાને સંબોધિત કરી જેમાં તેમણે ફરીથી ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીની આ સભા પાટીદારોના ગઢમાં હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલે ગુજરાતના સ્થાનીક મુદ્દાને ઉઠાવતા હીરા ઉદ્યોગ અને કાપડ કારોબારીઓની વાત કરતાં કહ્યું કે, હું તેમની મુશ્કેલીનો જાણવા માગુ છું. માટે ખુદ ત્યાં જવા માગુ છું. રાહુલે કહ્યું કે, તેના માટે તે 8 નવેમ્બરે ફરીથી સુરત આવશે.
રાહુલે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, ગુજરાતના આ બે દીકરા હતા. આ બન્નેએ સુપર પાવરને હરાવ્યા હતા. તેઓ આ કામ એટલા માટે કરી શક્યા કારણ કે તેમની સાથે સત્ય હતું. આજે તે સત્ય અમારી સાથે છે. જ્યરે ભાપની પાસે અઢળક રૂપિયા છે. અનેક રાજ્યોમાં તેની સરકાર છે. પરંતુ આ વખતે અહીં ચૂંટણીમાં સત્યની જીત થવાની છે. આ જીત કોંગ્રેસની હશે.
જીએસટી પર એક વખત ફરી રાહુલે કહ્યું કે, ગબ્બર સિંહ ટેક્સ તમારા ગવામાં ધાડ પાડવા માટે લગાવવામાં આવ્યો છે. રાહુલે કહ્યું કે, જો અમે સત્તામાં આવ્યા તો જીએસટી બદલીશું.
રાહુલે કહ્યું કે, પહેલા મોદીજી કહેતા હતા કે ખાઈશ નહીં અને ખાવા પણ નહીં દઉ. પરંતુ હવે તેમનો નારો બદલાઈ ગયો છે. હવે તે કહે છે, બોલીશ નહીં અને બોલવા પણ નહીં દઉ. મોદીજી ખુદને ચોકીદાર કહે છે. જો તે ચોકીદાર છે તો શા માટે જય શાહની તપાસ નથી કરાવતા? જો તે આમ ન કરે તો તે ચોકીદાર નહીં, પરંતુ ભાગીદાર છે.
સુરતમાં રોડ શો બાદ રાહુલે રાત્રે 8 કલાકે જનસભા કરી. રાહુલે કહ્યું કે, મોદીએ કાળા નાણાં પર આક્રમણ કર્યું તો સ્વિસ બેંકમાં જેના ખાતા હતા તે જેલમાં શા માટે નથી. માલ્યા લંડનમાં કેમ ફરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -