સુરત આવેલા અભિનેતા રાજ બબ્બરે પાટીદારો અંગે શું કહ્યું? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીપલોદ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા રાજ બબ્બરે જણાવ્યું હતું કે, દેશમાં રાજસ્થાન, એમપી, ઓડિશા, ગુજરાત સહિતના રાજ્યોમાં લોકોનો અવાજ દબાવી દેવાના પ્રયાસો કરાય છે. દેશનો નાગરિક મોદી સરકારના શાસનમાં આવ્યાં બાદ દુઃખી થઈ રહ્યો છે. બીજી તરફ હાલની સરકાર ઉજવણીમાં વ્યસ્ત છે. કોંગ્રેસ લોકો સમક્ષ સરકારની હકીકત રજૂ કરવા દેશમાં દરેક શહેરોમાં અભિયાન ચલાવી રહી છે.
સુરતઃ જાણીતા અભિનેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બર ગઈ કાલે સુરત આવ્યાં હતાં. પાટીદાર આંદોલન અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, 'પાટીદાર સમાજ સંઘર્ષ કરતો હોવાથી તેને તેમનો હક્ક હિસ્સો મળવો જોઈએ. તેમણે લોકોમાં વર્તમાન સરકારના ગેરવહીવટને ઉજાગર કરતાં આંકડા રજૂ કર્યા હતાં. મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી હોવાના આંકડા આપ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -