સુરતઃ પાટીદાર સમાજે લીધો ક્રાન્તિકારી નિર્ણય, ક્યા યુવકોને સમૂહ લગ્નમાં નહીં મળે એન્ટ્રી?
સુરત: વરરાજાને પાન-માવાનું વ્યસન ન હોય તો જ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન નોંધણીનો નિયમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજનાના સમૂહ લગ્ન સમારોહ માટે નક્કી થયો છે. સમાજ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ચાર દાયકાથી સમૂહ લગ્નની પ્રવૃતિ થાય છે. પરંતુ વરરાજા માટે વ્યસન હોય તો જ સમૂહ લગ્ન આયોજનમાં નામ નોંધણી થાય તેવી પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્રવાસી સમાજે સરાહનીય પહેલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા વિચાર તથા સામાજિક પરિવર્તન માટે હંમેશાં દિશા આપનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી 28મી જાન્યુઆરી 2018ના રોજ 59માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ માટે લગ્ન નોંધણી શરૂ કરવામાં આવી છે. પરંતુ લગ્ન નોંધણી માટે જેનાં લગ્ન થવાના છે તે મુરતિયાને કોઈપણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. તેવી શરત મુકવામાં આવી છે.
અત્યાર સુધીમાં 200 યુગલોની લગ્ન નોંઘણી થઈ ગઈ છે. તેમાંથી 20 વરરાજાને વ્યસન હતા, તેમણે વ્યસન છોડી દીધાની ખાતરી આપી છે. સમૂહલગ્નોત્સવમાં જોડાનારી કન્યાઓએ સમાજ અને દાતાના આ ક્રાંતિકારી વિચારને અભિનંદન પાઠવ્યા હતા.
તેમની લાગ્ણીથી વ્યસન મુક્તિનો નિર્ણય લેવાયો છે. વ્યસન ન હોય તો જ તે વરરાજા માટે સમૂહ લગ્નમાં ખર્ચ કરવો. આ વિચારને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. લોકોને અને જે પક્ષકારો લગ્ન મહોત્સવમાં જોડાનાર છે તે પરિવારોએ પણ વ્યસન મુક્તિના વિચારને આવકાર્યો છે. આ નિર્ણયથી વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાનને બળ મળશે..
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી આર. ભાલાળા તથા મંત્રી લક્ષ્મણ ડોબરિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 59માં લગ્ન સંસ્કાર મહોત્સવમાં મુખ્ય યજમાન દાતા ધીરૂ વલ્લભ કોટડિયા છે.
જો વ્યસન હોય અને થનાર પત્નીની સાક્ષીએ વ્યસન છોડવાનો સંકલ્પ કરે અને ખરેખર વ્યસન છોડી દીધાની ખાતરી થાય તો જ લગ્ન નોંધણી ફી સ્વીકારવામાં આવશે. ખુબ મોટી સંખ્યામાં લગ્ન નોંધણી માટે નામ લખાવવામાં આવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -