સુરતઃ હિતેશને છોડી દેવા પ્રેમિકા જ્યોતિએ હિતેશનાં પત્નિને શું કરી હતી ઓફર ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે જ્યોતિનું નિવેદન લેવા માટે પ્રયત્ન કર્યો છે પણ તેમાં સફળતા નથી મળી. જ્યોતિના ઘરના દરવાજા પર નોટિસ ચોંટાડી પોલીસે તેને 4 જુલાઈના રોજ સવારે10 વાગ્યે હાજર થવાનું જણાવ્યું હતું. પણ જ્યોતિ ઘરે હાજર ન હોવાથી આ નોટિસ તેના સુધી પહોંચી જ નહીં અને તે પોલીસ સમક્ષ હાજર થઈ નહીં.
જ્યોતિનો સ્વભાવ ખૂબ ઝઘડાખોર હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હિતેશના બે મિત્રોનું નિવેદન લીધું. તેમાં એક મિત્રે કહ્યું છે કે, એક વખત દશરથનો ફોન આવ્યો ત્યારે જ્યોતિએ ખૂબ જ ઝઘડો કર્યો હતો. આ બધાના કારણે છેલ્લાં ઘણા સમયથી રબારી પરિવાર ખૂબ જ પરેશાન હતો.
પોલીસે હિતેશનું ટેટુ દોરનારા આર્ટિસ્ટનું પણ નિવેદન લીધું છે. તેના કહેવા પ્રમાણે જ્યોતિની સહેલી પિનલના ઘરે ટેટૂ બનાવવા મિત્રો એકત્ર થયા તે વખતે જ્યોતિએ પોતાના નામનું ટેટૂ બનાવવા હિતેશ પર ભારે દબાણ કર્યું હતું અને રીતસર ઝઘડો કર્યો હતો. આ વાત ટેટૂ આર્ટિસ્ટે પોતાના નિવેદનમાં પોલીસ સમક્ષ કરી હતી.
તપાસનીશ અધિકારી ડીવાય.એસ.પી. બી.એસ. મોરીએ ગીતાબહેનનું અને પિતા મગનભાઈનું નિવેદન નોંધ્યું હતું. હિતેશના પિતા મગનભાઈએ એવું કહ્યું હતું કે છેલ્લો ફોન હિતેશે જ્યારે તેમને કર્યો ત્યારે હિતેશે એવું કહ્યું હતું કે, હું ત્રાસી ગયો છું. થાકી ગયો છું. શું કરવું તેની મને કાંઈ સમજ પડતી નથી. પપ્પા દશરથભાઈનું ધ્યાન રાખજો.
પોલીસ સમક્ષ મગનભાઈએ એવું નિવેદન આપ્યાનું કહેવાય છે કે, તેમના પરિવારે જ્યોતિની ચુંગાલમાંથી હિતેશને મુક્ત કરાવવા ખૂબ પ્રયાસો કર્યા હતા. એક તબક્કે જ્યોતિના કાયમી નિભાવ માટે રબારી પરિવારે રૂ. 3 કરોડ આપ્યા પણ હતા પણ થોડા સમય બાદ પુનઃ જ્યોતિએ હિતેશને પોતાની માયાજાળમાં ફસાવી લીધો હતો.
પોલીસે ગીતાબહેન અને હિતેશના પિતા મગનભાઈનું નિવેદન લીધું હતું. ગીતાબહેને એવું કહ્યું છે એક વર્ષ પૂર્વે જ્યોતિએ ફેસબુક પર ગીતાબહેનને મેસેજ મોકલીને કહ્યું હતું કે તુ હિતેશને છોડી દે અ તેના બદલામાં તારે જે જોઇતુ હશે તે મળી જશે. આ અંગેનો પુરાવો પણ ગીતાબહેને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.
સુરતઃ સુરતના બિલ્ડર હિતેશ દેસાઈના આપઘાતમાં નવો વળાંક આવ્યો છે અને હિતેશ રબારીનાં પત્ની ગીતાબહેને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જ્યોતિએ એક વર્ષ પહેલાં તેને હિતેશને છોડી દેવા કહ્યું હતું. તેના બદલામાં તેમને જે જોઈએ તે આપવા માટે પણ જ્યોતિએ તૈયારી બતાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -