સુરતઃ હિતેશે જ્યોતિષીને પૂછેલું, આ છોકરી સાથે મારાં લગ્ન થશે ? જ્યોતિષીએ શું કહેલું ?
હિતેશે અગાઉ રૂપિયા એક કરોડમાં જે ઘોડો ખરીદ્યો હતો તે ખરેખર જે નસલનો હોવો જોઈએ તે નસલનો નહીં પરંતુ હાઇબ્રિડ હતો. એટલું જ નહીં, ભેજવાળી જગ્યા પર ઘોડા રાખવાથી ઘોડા બીમાર રહે તે જાણકારી પણ તેની પાસે ન હતી. તેના ફાર્મ હાઉસ પર ભેજવાળું વાતાવરણ હોવાથી ઘોડા સતત બીમાર રહેતા હતા. હજુ સુધી જ્યોતિને પોલીસે પૂછપરછ માટે બોલાવી નથી. તેણે પોલીસ બોલાવશે, તો જશે તેમ જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિષીએ હિતેશને રાહુ કાળ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર 2017થી રાહુનો સમય કર્ક રાશિના લોકો માટે કપરો સાબિત થશે. આ સમયગાળામાં ખૂબ સાચવીને કામ કરવું. જોકે, આ પહેલા જ હિતેશે આપઘાત કરી લીધો છે. હિતેશને ઘોડાનો ખૂબ શોખીન હતો, પરંતુ તેને ઘોડા વિશેની જાણકારી ન હતી. જેના કારણે તેની સાથે છેતરપિંડી પણ થઈ હતી.
ઘોડાની સમસ્યા રજૂ કર્યા પછી હિતેશે જ્યોતિ સાથે લગ્ન થશે કે નહીં, તેવું પૂછ્યો હતો. જ્યોતિષીએ બંનેની પૂછપરછ કરતાં બંને પરિણીત હોવાનું અને સંતાનો હોવાનું જાણવા મળતાં ગ્રહોની સ્થિતિ જોયા વગર જ લગ્ન કરવાની વાત ભૂલી જઈ પોતાની જિંદગી જીઓ, તેમ કહી દીધું હતું.
સુરત : હિતેશ દેસાઇ આપઘાત કેસમાં રોજેરોજ નવી બાબતો સામે આવી રહી છે. હિતેશ આઠ મહિના પહેલા નાનપુરાના એક જ્યોતિષ પાસે ગયો હતો અને જ્યાં તેણે પોતાના ઘોડાની બીમારી અને જ્યોતિ સાથે લગ્ન થશે કે કેમ તે બે સમસ્યાઓ પર વાત કરી હતી. જ્યોતિષિને હિતેશે પોતાના જન્માક્ષર બતાવીને આ પ્રશ્નો પૂછ્યા હતા. આ સમયે તેની સાથે જ્યોતિ પણ હતી.
હિતેશ પાસે 60 ઘોડા છે, તે બીમાર રહેતા હોવાથી ખૂબ પરેશાન હતો. જેને લઈને તે જ્યોતિષી પાસે ગયો હતો. ઘોડા બાબતે જ્યોતિષીને વાત કરતાં તેમણે હિતેશને જ્યાં ઘોડા રાખવામાં આવ્યા છે, તે જગ્યા પર જઈને નિરીક્ષણ કર્યા પછી કહી શકાય તેમ જણાવ્યું હતું. આથી હિતેશે ફાર્મ હાઉસ પર લઈ જવાની વાત પણ કરી હતી. પરંતુ ત્યાર પછી તે પાછો દેખાયો જ નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -