સુરત BJPનાં ધારાસભ્યનો આક્ષેપઃ મુસ્લિમ ઉંચા ભાવે મકાન ખરીદે છે તેથી મારા મતવિસ્તારમાં હિંદુઓ જ નહીં રહે
લિંબાયતમાં મુસ્લિમોની વસતી લગભગ 80 હજાર છે જ્યારે હિંદુઓની વસતી 1.80 લાખની આસપાસ છે. આ વખતે લિંબાયતમાં ભાજપના બળવાખોર ડો. રવિન્દ્ર પાટિલે બાંયો ચડાવી હોવાથી હિંદુ મતોમાં વિભાજન થવાની શક્યતા છે ને તેના કારણે સંગીતા પાટીલ સામે ખતરો હોવાથી તેમણે આ રાજકીય મુદ્દો ઉઠાવ્યો હોવાનું ચર્ચાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈ વ્યક્તિ મંજૂરી વિના દસ્તાવેજ ટ્રાન્સફર કરવા જોય તો પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં એ દસ્તાવેજની નોંધણી થતી નથી કે તે માન્ય ગણાતો નથી. સુરતના કલેક્ટર મહેન્દ્ર પટેલે આ અંગે જણાવ્યું છે કે, આ મામલે રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે. પોલીસ કમિશ્નરનો અભિપ્રાય મેળવીને રાજ્ય સરકારને આ દરખાસ્ત મોકલવામાં આવશે.
સુરતમાં કોટ વિસ્તારમાં હાલમાં અશંતા ધારો છે જ. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની રજૂઆતના પગલે આ વિસ્તારમાં એક વર્ષ પહેલાં અશાંત ધારો લાગુ કરાયો છે. અશાંત ધારા હેઠળ જે ત વિસ્તારની કોઈ પણ મિલકત કલેક્ટરની મંજૂરી વિના બીજા કોઈના નામે ટ્રાન્સફર થઈ શકતી નથી.
એ જ રીતે પ્રતાપનગર, ગોવિંદાનગર, ભાવના પાર્ક, બુધ્ધ નગર, મારુતિ નગર, છત્રપતિ શિવાજી નગર, મદનપુરા, રાવનગર વગેરે સોસાયટીઓમાં પણ બહુમતી હિંદુઓની હતી પણ હવે આ વિસ્તારોમાં એક પણ હિંદુ રહેતા નથી. આ તમામ સોસાયટી 100 ટકા મુસ્લિમ વસતી ધરાવતી સોસાયટી થઈ ગઈ છે.
સંગીતા પાટિલે આક્ષેપ કર્યો કે, મુસ્લિમો આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે મોટા પાયે મકાનોની ખરીદી કરી રહ્યા છે ને તેના કારણે હિંદુઓ પર ખતરો છે. તેમના આક્ષેપ પ્રમાણે પહેલાં લિંબાયતના ઓમનગરમાં 100 ટકા હિંદુઓ રહેતા હતા પણ હવે આ સોસાયટીનું નામ ઓમનગર છે પણ ત્યાં એક પણ હિંદુ રહેતો નથી.
સંગીતા પાટીલના આક્ષેપ પ્રમાણે, મુસ્લિમો દ્વારા આ રીતે સોસાયટીઓમાં મુસ્લિમો ઉંચી રકમ આપીને હિંદુઓનાં મકાનો ખરીદી રહ્યા હોવાથી થોડા સમયમાં જ આ વિસ્તારમાં હિંદુઓની વસતી જ નહીં રહે. શનિવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતીની બેઠકમાં સંગીત પાટીલે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
સુરતઃ સુરતના લિંબાયત વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય સંગીતા પાટીલે પોતાના મતવિસ્તાર લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરવાની માગ કરી છે. સંગીતા પાટીલે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તેમના વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં મુસ્લિમો ઉંચી રકમ આપીને હિંદુઓનાં મકાનો ખરીદી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -