સુરતના ડાયમંડ કિંગે પુત્રને બર્થ ડે પર આપી 6 કરોડની લક્ઝુરીયસ ફેરારી, 3 વર્ષ પહેલાં આપેલી 10 કરોડની રોલ્સ રોયસ, જાણો વિગત
સુરતઃ સુરતના ડાયમંડ બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના પુત્ર શ્રેયાંસને 6 કરોડની લક્ઝુરિયર ફેરારી કારની બર્થ-ડે ગિફ્ટ આપી છે. Ferrari-488 મોડેલની આ ગુજરાતની પ્રથમ ફરારી કાર છે. આ સાથે હવે ગુજરાતમા કુલ 4 ફેરારી કાર થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, વર્ષ 2014માં શ્રી રામકૃષ્ણ ડાયમંડ કંપનીના 50 વર્ષ પૂર્ણ થતા પુત્ર શ્રેયાંસે પિતા ગોવિંદભાઈને 10 કરોડની રોલ્સ રોય્સની ભેટ આપી હતી.
જેમાં Ferrari-488-GTB કારનો ઉમેરો થયો છે. ફેરારનું ડેમો મોડેલ સુરત લાવવામાં આવ્યું હતું. ઓરીજીનલ કારની જુલાઈમાં ડિલીવરી થશે.
સોશ્યિલ એક્ટિવિટી માટે પણ એટલા જ જાણીતા ગોવિંદભાઈ ધોળકિયાના કાર કલેક્શનમાં રોલ્સરોય, મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી એકથી એક ચડિયાતી કાર સામેલ છે.
13 વર્ષની ઉંમરે મહિને 103 રૂપિયામાં હીરા ઘસવાની શરૂઆત બાદ મહેતનના જોરે ગોવિંદભાઈએ આજે કરોડોનું સામ્રાજય ખડું કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -