સુરતઃ પતિએ પોતે પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યો, પછી ઢોર માર માર્યો ને ........
હુમલો થતાં પોલીસ અને ફેમિલી કોર્ટના કર્મચારીઓ પણ જીવ બચાવી ભાગી ગયા હતા. પત્નીના ચારિત્રને લઇ છેલ્લા આઠ મહિનાથી ઝઘડો ચાલી રહ્યો હતો. હત્યારા સઇદની પૂર્વ પત્નીએ જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા તેમના નિકાહ થયા હતા. ત્રણ સંતાનોની માતા બન્યા પછી પણ પતિ સઇદ ચારિત્રને લઇ ઝઘડો કરતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે બહેન સાજેદાબીની હાલત પણ ગંભીર હોવાનું તબીબો કહી રહ્યા છે. હાલ પોલીસે પતિ સઇદ અને તેના પરિવારના કેટલાકની ધરપકડ કરી હોવાનું જાણ મળ્યું છે.
તમામને જાહેરમાં ફટકારી ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારતા ભાગદોડ મચી ગઇ હતી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, લગભગ 30 મિનિટ સુધી નિર્દય હુમલાખોર સાસરીયાઓએ ચાર બહેન અને એકના એક ભાઇ તેમજ ભત્રીજાઓ અને ભાણ્યાઓને ફટર્કાયા હતા. લોહીના ખાબોચીયામાં પડેલા જાવેદ અને સાજેદા સહિત તમામને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા જાવેદનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
મહિલાએ ઉમેર્યું હતું કે, છેવટે કંટાળીને તેઓ ફેમિલી કોર્ટમાં જવા મજબુર બન્યા હતા. જ્યાં તેમની વ્યથા સાંભળીને તાત્કાલિક છૂટાછેડાની અરજી મંજુર કરાઇ હતી. ગત સોમવારે મહિલા પોલીસ અને ફેમિલી કોર્ટના કર્મચારીઓ તેમજ તેમની બહેનો અને એકનો એક ભાઇ જાવેદ શેખ સોમવારની સાંજે તેમના સાસરે પિયર પક્ષે આપેલો સામાન લેવા આવ્યા હતા. ત્યારે તેમના પર સઇદ અને તેના પરિવારે હુમલો કર્યો હતો.
સુરતઃ ભેસ્તાન આવાસમાં છૂટાછેડા અપાવનાર પત્નીના ભાઈ અને તેની ચાર બહેનો પર જીવલેણ હુમલો કરતાં ભાઈનું મોત થયું હતું. સોમવારે સાંજે આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. ફેમિલા કોર્ટના આદેશ બાદ પરિવાર દીકરીના સાસરે દાગીના અને ઘર વખરીનો સામાન લેવા ગયો હતો. જ્યાં પત્ની અને તેના પરિવાર પર 15-20 જણા હથિયારો સાથે હુમલો કરી દીધો હતો.
છેલ્લા આઠ મહિનાથી સઇદનો ત્રાસ વધી ગયો હતો અને ઢોર માર મારવા લાગ્યો હતો. પૂર્વ પત્નીનો આક્ષેપ છે કે, સઇદે છૂટાછેડા માટે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાબતે તેમણે પોતાની મોટી બહેન અને ભાઇને જાણ કરતા વાત છૂટાછેડા પર આવી ગઇ હતી. ગત શનિવારના રોજ સઇદે વહેલી સવારના તેમનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ ઢોરની જેમ ફટકારી તેનો પણ વીડિયો બનાવી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -