સુરતઃ બિટકોઈનથી ધનિક બનવાની લાલચમાં 35 કરોડ ખોયા વેપારીએ, જાણો વિગત
સુરત આયકર વિભાગની ટીમ દ્ધારા બ્રોકર્સ તથા ઈન્વેસ્ટર્સના ઓફિસ તથા રહેણાંક સ્થળો પરથી મળેલા કોમ્પ્યુટર્સ તથા લેપટોપના ડેટા વ્યવહાર કબજે કરવામાં આવ્યા હતા જે ડેટાને ડીકોડ કરવા માટે મુંબઈથી ખાસ ડેટા એનાલીસ્ટની ટીમને બોલાવવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં સુરતમાં આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ 400 કરોડના કાળા નાણાંના વ્યવહારનો ખુલાસો થયો હતો. બિટકોઇનમાં વ્યવહારો કરનારાઓને ત્યાંથી 120 કરોડના વ્યવહારો મળ્યા હતા. સુરતમાં આઈટીની ત્રણ દિવસની તપાસ બાદ સુરત વાપી અને નવસારીમાં 120 કરોડના વ્યવહારો સંબંધિત ડેટા આઠ બ્રોકર્સ પાસેથી જ મળી આવ્યા હતા.
આઇટી વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે, નોકર,ડ્રાઇવર, બેરોજગારોના IDનો ખોટી રીતે ઉપયોગ કરીને બિટકોઈનની ખરીદી કરવામાં આવી હતી. રોકાણકારોએ પાનકાર્ડ દ્વારા બીટકોઈનનો આ ખેલ કર્યો હોવાનું જાણવા મળે છે. બીટકોઈનમાં રોકાણ કરનારા લોકોએ 400થી વધુ વેબસાઈટ પણ બનાવી છે.
સુરતઃ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં કરોડો રૂપિયા રોકી થોડા સમયમાં પૈસાદાર થઇ જવાની લાલચને કારણે શહેરના અનેક નાના-મોટા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મળતી વિગતો અનુસાર, વરાછાના ઘનશ્યામ નામના એક ફાઇનાન્સરને બિટકોઇનમાં રોકાણના નામે 35 કરોડનું નુકસાન થયું હતું. તેણે રૂપિયા 16 લાખ સુધીની ઊંચી કિંમતે બિટકોઇન ખરીદવા 35 કરોડ રૂપિયાનું રોકણ કર્યું હતું જે તમામનું નુકસાન થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાર વર્ષ અગાઉ બિટકોઇનમાં રૂપિયા રોકીને કરોડપતિ બનેલા દિવ્યેશ દરજીએ અન્ય લોકોને બિટકોઇનમાં રૂપિયા રોકવા માટે રાજી કર્યા હતા. આ સાથે દરજીએ મહીથપુરાના ચિરાગ શાહ, સંજય પટેલ, મેહુલ પચ્ચીગર, મેહુલ તારપરા, નવસારી-વાપીના મિતુલ પટેલ, ચિરાગ ટેલર સહિતનાઓના લોકો પાસે બિટકોઇનમાં નાણાં રોકાવતા હતા. આ લોકોથી પ્રેરાઇને ઘનશ્યામ ફાઇનાન્સરે પણ બિટકોઇનમાં પોતાની પાસે હતા એટલા તમામ રૂપિયા બિટકોઇનમાં રોક્યા હતા પરંતુ એ તમામ રૂપિયા ધોવાઇ જતાં ઘનશ્યામે રડવાનો વારો આવ્યો હતો.
આવકવેરા વિભાગની તપાસમાં દક્ષિણ ગુજરાતમાં બિટકોઇનમાં રોકાણ કરવા માટે 40 હજાર આઇડીનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો હતો. બિટકોઇનમાં રોકાણ કરી ગેરકાયદે નફો રળતા રોકાણકારો સામે આઇટી સકંજો કસ્યો હતો. આ સંદર્ભમાં આવકવેરા વિભાગે ગત મહિને બિટકોઇનના બે રોકાણકારો અને આઠ બ્રોકર્સને સકંજામાં લીધા હતા. જેમાં દિવ્યેશ દરજી સૌથી મોટું નામ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -